ભારત જન વિજ્ઞાન જાથાએ સોશ્યલ મિડીયાની મદદથી લોકોમાં જાગૃતિ આવે અંધશ્રદ્ધાને ફગાવવા માટે યુટયુબ ઉપર શોર્ટ ટેલી ફિલ્મમાં સત્ય ઘટના આધારીત કથાવસ્તુ રાખી તાંત્રિક બાબા હુઆ બેનકાબનું લોન્ચીંગ સાથે ભાગ લીધેલા તમામ કલાકારોનું ભવ્યાતીત સન્માન સમારોહ રાખવામાં આવ્યો છે. જાથાના રાજય ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે, ર૪મી સપ્ટેમ્બર શનિવાર સાંજે સાત કલાકે ગિરીરાજ રેસ્ટોરન્ટ, તાલુકા પોલીસ સ્ટેશનની બાજુમાં, કાલાવડ રોડ ખાતે પાર્ટી હોલમાં રાજકોટ ખાતે રાજયના ડાયરેકટર જનરલ ઓફ પોલીસ અનિલ પ્રથમ આઈ.પી.એસ. ડી.જી.પી.ના હસ્તે ટેલી ફિલ્મનો ઉદ્દઘાટન સમારોહ સાથે યુટયુબ ઉપર લાઈવ લોન્ચીંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાથાના આમંત્રિતો હાજર રહેવાના છે. તાંત્રિક બાબા હુઆ બેનકાબને વેબ સિરીઝમાં મુકવામાં આવશે. દેશ-વિદેશમાં જાથાનો બહોળો ચાહક વર્ગ શનિવારની પ્રતિક્ષા કરી રહ્યું છે. ત્યાર બાદ જાથાએ કરેલા પર્દાફાશમાંથી સર્વશ્રેષ્ઠની પસંદગી કરી આગામી ૯૯ એપિસોડ સત્ય ઘટના આધારિત કથાવસ્તુ મુકવામાં આવશે. જેમાં ઉગતા કલાકારોને તક આપવામાં આવશે. શાળા-મહાશાળામાં સ્પર્ધાઓ નાટય ક્ષેત્રે કામગીરીને અગ્રતા આપી ટેલી ફિલ્મમાં પ્રવેશ આપવામાં આવશે.