રાજકોટમાં ડીજીપી અનિલ પ્રથમે ટેલી ફિલ્મનું લોન્ચીંગ કર્યું

0

રાજકોટમાં કાલાવડ રોડ, ગિરીરાજ રેસ્ટોરન્ટના હોલમાં ભારત જન વિજ્ઞાન જાથાની શોર્ટ ટેલી ફિલ્મ તાંત્રિક બાબા હુઆ બેનકાબનું લોન્ચીંગ રાજયના ડી.જી.પી. અનિલ પ્રથમ હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. રાજય-કેન્દ્ર સરકાર મીડિયા જગતની નોંધ લઈ અંધશ્રદ્ધાને દેશવટો આપવા સહિયારો પ્રયત્ન કરવા સંબંધી વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. હવે પછી માતાજી સમક્ષ ઉકળતા તેલમાં હાથ બોળાવી સતના પારખા કરવા અને નવજાત શિશુને ડામ આપવાની પ્રથા સામે એપિસોડ મુકવામાં આવશે. ત્યાર બાદ ૯૮ ટેલી ફિલ્મ વિવિધ કથાવસ્તુ આધારિત જનજાગૃતિના પ્નયાસ માટે મુકવાની જાથાની નેમ છે. ઉગતા-રસ ધરાવતા નાગરિકોએ ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. કાર્યક્રમનું દિપ પ્રાગ્ટય સાથે વૈજ્ઞાનિક ચમત્કારિક પ્રયોગથી અગ્નિનું આપોઆપ સળગવું પ્રયોગ નિદર્શન રાજયના ડિરેકટર જનરલ ઓફ પોલીસ અનિલ પ્રથમના હસ્તે કરવામાં આવ્યું હતું. પ્રથમ શોર્ટ ટેલી ફિલ્મનું લોન્ચીંગ લેપટોપમાં કલીક બટન દબાવી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવ્યું હતું. આનંદની ઘડીમાં સૌ કોઈ રોમાંચિત થયા હતા. જાથાને મદદ કરનારા અને કલાકારોનું ભવ્ય સન્માન અનિલ પ્રથમે કર્યું હતું. રાજયના ડી.જી.પી. અનિલ પ્રથમે ટેલી ફિલ્મનું લોન્ચીંગ બાળ જાથાના સદસ્યો, કલાકારો, જાગૃતો સમક્ષ જણાવ્યું કે, જાથાની પ્રવૃત્તિ સર્વાંગી બંધારણને અનુરૂપ છે. સરકાર, કાયદો, પોલીસ તંત્રની મદદથી સુપર કામગીરી કરી છે. મારી દ્રષ્ટિએ સમાજને ભ્રમિત કરનારા ધતિંગબાજાેને એકવાર સુધરવાની તક આપી લખાણ લેવામાં આવે છે તે માનસ પરિવર્તન, સુધરવાનો મોકો અપાય છે તે યોગ્ય છે, તેને બિરદાવું છું.

error: Content is protected !!