જૂનાગઢમાં મહાત્મા ગાંધી જયંતિની જન્મજયંતિ નિમિતે ખાદી ઉત્સવની ઉજવણી

0

ગઈકાલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિતે જૂનાગઢમાં ખાદી ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ રેટીયાને સ્વાવલંબન અને સ્વાશ્રય દ્વારા રાષ્ટ્ર સમૃધ્ધિનો રાજમાર્ગ કહ્યો હતો. ઓછામાં ઓછા આર્થિક રોકાણો દ્વારા કરોડો લોકોને ઘર બેઠા સ્વ રોજગારી મળી રહી તે માટે ખાદી તથા ખાદીનાં ઉત્પાદનો માટે મહત્વનું માધ્યમ છે. આઝાદીનાં અમૃત મહોત્સવ અને મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિતે ર ઓકટોબર અને રવિવારે ગ્રામભારતી સંચાલીત ખાદી ગ્રામ ભવન જૂનાગઢ ખાતે ખાદી ઉત્સવ ર૦રરની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવેલ છે. મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખાદી ઉત્સવ ઉજવાય રહ્યો છે. આ ખાદી ઉત્સવ દરમ્યાન સમગ્ર ઓકટોબર માસ દરમ્યાન ખાદી ભવન ઉપર ખાદી તથા ખાદીનાં ઉત્પાદનનું વિશેષ વળતરથી વેંચાણ કરવામાં આવશે જેનો લાભ લેવા ગ્રામ ભારતી જૂનાગઢનાં પ્રમુખ ધીરૂભાઈ ગોહેલ તથા ગ્રામ ભારતી જૂનાગઢનાં મંત્રી કલ્પેશભાઈ પટેલની યાદીમાં જણાવેલ છે.

error: Content is protected !!