Sunday, September 24

દ્વારકા : વેપાર, ધંધા આજે બંધ રાખવા નગરપાલિકાની અપીલ

0

દ્વારકા નગરપાલિકા તરફથી અગત્યની સૂચના આપવામાં આવી છે કે, દ્વારકા શહેરના તમામ દુકાન ધારકો, વેપારીઓ વેપાર-ધંધા કરતા તમામને જાણ કરવામાં આવે છે કે, ભારતીય હવામાન વિભાગની સૂચના અનુસાર અરબી સમુદ્રમાં બિપોરજાેય વાવાઝોડું કેન્દ્રિત થયેલ હોય જેને, કારણે ભારે વરસાદ અને તીવ્ર પવન ફુકવાની શક્યતા હોય, જેની સૌથી વધુ અસર તારીખ ૧૫-૬-૨૩ના રોજ થનાર હોય જેથી તકેદારીના ભાગરૂપે આજે તારીખ ૧૫-૬-૨૦૨૩ને ગુરૂવારના રોજ શહેરના તમામ લોકોએ પોતાના વેપાર-ધંધા બંધ રાખવા દ્વારકા નગરપાલિકા તરફથી અપીલ કરવામાં આવી છે. આ સંદર્ભે તમામ દુકાનો બંધ રહી હતી.

error: Content is protected !!