જૂનાગઢ શહેરમાં આવેલા તનિષ્ક સોના-ચાંદીના શો રૂમમાંથી બે લાખ રૂપિયાની કિંમતની સોનાની બંગડીઓની ચોરીના બનાવ અંગે પોલીસે છારા ગેંગની એક મહિલા સહિત ત્રણને ઝડપી પાડ્યા છે. સોનાની બંગડીની ચોરીનો સમગ્ર મામલો સીસીટીવીમાં કેદ થયા બાદ પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા તનિષ્ક સોના-ચાંદીના શો રૂમમાંથી થોડા દિવસ પહેલા ગ્રાહકના સ્વાંગમાં આવેલી એક મહિલા દ્વારા સોનાની બે બંગડીઓની ચોરી કરવામાં આવી હતી. આ ઘટના સીસીટીવીમાં કેદ થયા બાદ જૂનાગઢ પોલીસે તપાસ હાથ ધરતા. મહિલા અને તેની સાથે અન્ય બે શખ્સો હોવાનું અને ત્રણેય કારમાં ફરાર થયા હોવાનું માલૂમ પડ્યું હતું. આરોપીઓ રાજકોટ તરફ ગયા હોવાનું જાણવા મળતા પોલીસે રાજકોટના ભરૂડ ટોલનાકા પાસેથી કારને ઝડપી પાડી હતી. આ મામલે પોલીસે આંતરરાજ્ય ચોરી કરતી છારા ગેંગની પૂનમ ઉર્ફે પૂર્ણી કમલેશ રંગવાણી, ચંદ્રકાંત પરમાર અને જગદીશસિંગ રાઠોડને ઝડપી પાડ્યા છે. પૂનમ સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ૧૨ ગુનાઓ અને ચંદ્રકાંત સામે ૪ ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે. આ આરોપીઓ દ્વારા અલગ અલગ જગ્યાએ સોના-ચાંદીના શો રૂમમા જઇ તેમના સગા-વ્હાલાઓ માટે સોનાના દાગીનાની ખરીદી કરવાના હોય તેવી હહકકત જણાવી સોનાના દાગીના જાેતી વખતે શો રૂમના માલીક તથા સ્ટાફની નજર ચકુવી સોનાના દાગીનાની ચોરી કરી પોતે ફરીવાર તેમના સગા સંબંધીઓને સાથે લઇ આવશે તેવી હહકકત જણાવી નીકળી જતા હતા.