બિલખા નજીકથી વિદેશી દારૂ, વાહન સહિતના કુલ રૂા.૧૪,૧૧,૩પ૦ના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લેતી પોલીસ

0

જૂનાગઢ જીલ્લાના બિલખા નજીકથી પોલીસે ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી અને દારૂ તેમજ એક કાર, બોલેરો મળી કુલ રૂા.૧૪.૧૧ લાખના મુદ્દામાલ કબ્જે કરી અને બે શખ્સોને ઝડપી લીધા છે. જયારે અન્ય નાસી છુટેલા શખ્સોને ઝડપી લેવા કાર્યવાહી કરી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, જૂનાગઢના શખ્સે મોટી માત્રામાં દારૂનો જથ્થો તેના સાગરીત સાથે મંગાવ્યો હતો. જેના આધારે પોલીસે એક કાર, એક બોલેરો પીકઅપ વાહન અને વિદેશી દારૂની બોટલ નંગ ૮પર મળી કુલ રૂા.૧૪,૧૧,૩પ૦નો મુદ્દામાલ કબ્જે કરી ચાર આરોપીને ઝડપી પાડયા હતા. જૂનાગઢના નાગરવાડા વિસ્તારમાં રહેતા કિશોર મકવાણા નામના શખ્સે પોતાના સાગરીતો સાથે મળીને વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો હતો. દરમ્યાન દારૂના જથ્થા સાથે એક કાર નંબર જીજે-૩ર-બી-૦૧૬પ પાયલોટીંગમાં હોય અને તેની પાછળ બોલેરો પીકઅપ નંબર જીજે-૦૪-એડબલ્યુ-ર૩ર૩માં વિદેશી દારૂનો જથ્થો ભરેલો હોય અને તેઓ લઈને આવતા હતા. જેની બાતમી પોલીસને મળતા પોલીસે ખડીયાથી ઉમરાળા જવાના રસ્તે બંધાળા તરફ વોચ ગોઠવીને બેઠી હતી. દરમ્યાન આ વાહનને રોકવાનો ઈસારો કરતા તેમણે રોકી નહી અને બિલખા તરફ ભાગી નીકળ્યા હતા. આમ પોલીસે અડધો કિલોમીટર પીછો કરી બંને વાહનને રોકાવી તલાસી લેતા તેમાંથી વિવિધ કંપનીની વિદેશીદારૂની બોટલ નંગ ર૮પ જેની કિંમત રૂા.૩,૬૧,ર૦૦ તેમજ એક કાર અને બોલેરો પીકઅપ વાન મળી કુલ રૂા.૧૪,૧૧,૩પ૦નો મુદ્દામાલ સાથે આરોપી સદામ હનીફશા રફાઈને પોલીસે ઝડપી લીધેલ છે. જયારે અન્ય આરોપીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!