બે દિવસ થયા જગત મંદિર ઉપર ધ્વજાજી ચડી શકી નથી : નવા ગોમતી ઘાટ દરિયાઇ પાણીમાં ડુબ્યા બેઠકજી સહિત મંદિરોમાં પાણી પહોંચ્યું
યાત્રાધામ દ્વારકામાં છેલ્લા ત્રણ દિવસ થયા હવામાનમાં પલ્ટો આવતા જાેરદાર પવન ફુકાઇ રહ્યો છે. ત્યારે દ્વારકાધીશ જગત મંદિરના શિખર ઉપર બે દિવસ થયા ધ્વજાજીની એકેય ધ્વજાજી ચડી શકી નથી. બે દિવસ પૂર્વ ચડાવેલી ધ્વજાજી આજે બુધવારે ભારે થી અતિભારે પવનના કારણે ફાટી ગયેલ હોય ધ્વજાજી ફાટેલ ફરકતી જાેવા મલી હતી. દ્વારકાના દરિયામાં ભારે કરંટ હોય ગોમતીજી સહિત દરિયા કાઠે મસમોટા મોજા ઉછળતા જાેવા મલ્યા હતા. દરિયાઇ પાણીમાં ભારે કરંટ હોવાથી નવો ગોમતીઘાટ પાણીમાં ડુબ્યો હતો. તેમજ ગોમતીધાટ પાસે આવેલ મહાપ્રભુજી સહિત મંદિરોમાં દરિયાઇ પાણી ગોઠણડુબ પહોચ્યા હતા. દ્વારકા શહેરમાં ભારે પવન હોવાથી સ્વામી નારાયણ મંદિર પાસે તેમજ ઠેર ઠેર જગ્યારે મસ મોટા વૂક્ષો જમીન દોષ થયા હતા.