જૂનાગઢ જીલ્લામાં સંકટની ઘડીના સામના માટે તંત્ર સજ્જ

0

જીલ્લામાં ૪૬૦૪ લોકોનું કરાયું સ્થળાંતર : કમાન્ડો ફોર્સ જ ૪૧ ટીમો તૈનાત

જૂનાગઢ સહિત ગુજરાતના વિવિધ જીલ્લાઓમાં બિપોરજાેય વાવાઝોડાના ખતરાને ધ્યાને લઈ અને તંત્ર દ્વારા અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. જૂનાગઢ જીલ્લામાં પણ સંકટની ઘડીના સામના માટે વિવિધ પગલાઓ લેવામાં આવ્યા છે. ૪૬૦૪ લોકોનું સ્થળાંતર કરવામાં આવેલ છે. ઉપરાંત કમાન્ડો ફોર્સ તૈનાત કરવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે. બિપોરજાેય વાવાઝોડું આજે ટકરાવાની આગાહીના પગલે જૂનાગઢ જીલ્લામાં સલામતી માટેના અનેક પગલા લેવામાં આવી રહ્યા છે. આ વાવાઝોડાના સંભવિત ખતરાને ધ્યાને લઈ અને જીલ્લામાં વિવિધ વિસ્તારોમાંથી કુલ ૪૬૦૪ લોકોનું સ્થળાંતર કરવામાં આવેલ છે. જેમાં કેશોદ પંથકમાં ૪૮ વ્યકિત, જૂનાગઢ ગ્રામ્યમાંથી ૧૭૯, જૂનાગઢ શહેરમાંથી ૪ર, ભેંસાણ ર૬પ, મેંદરડા ર૦, માંગરોળ ર૬૦૧, માણાવદર ૧૮૪, માળીયા હાટીના ૯ર૧, વંથલી ૧૯૬, વિસાવદર ૧૪૮ મળી કુલ ૪૬૦૪ લોકોનું સ્થળાંતર કરવામાં આવેલ હતું. દરમ્યાન ગઈકાલે બુધવારે દિવસભર ભારે પવન સાથે વરસાદ હળવાથી ભારે પડયો હતો. આજે સવારે પુરા થતા છેલ્લા ર૪ કલાક દરમ્યાન કેશોદ ૩૭ મીમી, જૂનાગઢ સીટી ૪ મીમી, જૂનાગઢ ગ્રામ્ય ૪ મીમી, ભેંસાણ ૧૬ મીમી, મેંદરડા ૧ર મીમી, માંગરોળ ર૩ મીમી, માણાવદર ૭ મીમી, માળીય હાટીના ૯ મીમી, વંથલી ૧૯ મીમી, વિસાવદર ૪૬ મીમી વરસાદ પડયો છે. દરમ્યાન જૂનાગઢ જીલ્લામાં ૧પ જેટલા સ્થળોએ વૃક્ષો પડી જવાના બનાવ બન્યા છે. આ ઉપરાંત ૪ર૪ વિજપોલ પડી ગયાનું નોંધાયું છે. જૂનાગઢ એસટી ડીવીઝનના ર૦૦ જેટલા એસટીના સેડયુલ કેન્સલ કરવામાં આવ્યા છે અને માંગરોળ બંદર ઉપર ૩ નંબરનું સિગ્નલ પણ લગાવવામાં આવ્યું છે. તંત્ર દ્વારા એનડીઆરએફની ૧ અને એસએડીઆરએફની ૧ ટીમ તેમજ કમાન્ડો ફોર્સને આધુનિક સાધનો સાથે સજ્જ કરીને અલગ-અલગ ૪૧ ટીમો બનાવી અને તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે. સંકટની ઘડીના સામના માટે જૂનાગઢ શહેર અને જીલ્લામાં તંત્ર દ્વારા સાવચેતીના અનેક પગલા લેવાઈ રહ્યા છે.

error: Content is protected !!