ઓખા નજીક બાઈક સ્લીપ થતા દંપતી ઇજાગ્રસ્ત : પોલીસવાનમાં દંપતીને હોસ્પિટલે ખસેડાયા

0

ઓખા વિસ્તારમાં આવેલા મીઠાપુર રોડ ઉપરના આર.કે. બંદર સામે રવિવારે રાત્રે પસાર થઈ રહેલું એક મોટરસાયકલ સ્લીપ થઈ, અકસ્માતગ્રસ્ત થતા આ મોટરસાયકલ ઉપર જઈ રહેલા સલીમભાઈ સોરા તથા તેમના પત્નીને નાની-મોટી ઈજાઓ થવા પામી હતી. આ અકસ્માત દરમ્યાન નાઈટ પેટ્રોલિંગમાં રહેલા ઓખા મરીન પોલીસમાં સ્થાપના પી.એસ.આઈ. દેવ વાંઝા તથા સ્ટાફ દ્વારા ઘવાયેલાઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે સરકારી બોલેરો વાહનમાં બેસાડીને તાકીદે તેમને મીઠાપુરની ટાટા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સેવા કાર્ય બદલ ઘવાયેલા દંપતિએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

error: Content is protected !!