Saturday, September 23

દ્વારકાધીશ જગતમંદિરમાં આવતીકાલે બુધવારે રથયાત્રા ઉત્સવ : શ્રીજીના દર્શનના સમયમાં ફેરફાર

0

દ્વારકાધીશ જગતમંદિરમાં આવતીકાલે તા.૨૧-૬-૨૦૨૩ના બુધવારના રોજ અષાઢ સુદ ૨(આષાઢી બીજ)ના પાવન અવસરે દ્વારકાધીશ જગતમંદિરમાં રથયાત્રા ઉત્સવની ઉજવણી પરંપરાગત રીતે કરવામાં આવશે. આ ઉત્સવ નિમિત્તે શ્રીજીના દર્શન ક્રમમાં જરૂરી ફેરફાર નોંધાયો છે. જે અનુસાર બુધવારે સવારનો ક્રમ નિત્યક્રમ મુજબ રહેશે. સાંજે ૫ થી ૭ વાગ્યા સુધી રથયાત્રા ઉત્સવ દર્શન ઉજવાશે. ત્યારબાદ સાંજનો ક્રમ નિત્યક્રમ મુજબ રહેનાર હોવાનું મંદિર વહીવટીદાર અને પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયાની યાદીમાં જણાવાયું છે.

error: Content is protected !!