Tuesday, September 26

ખંભાળિયાની વારોતરીયા મહિલા કોલેજના પ્રાધ્યાપિકા પીએચડી થયા

0

ખંભાળિયાની આર.એન. વારોતરીયા મહિલા આર્ટસ અને આર.ડી. કોઠીયા મહિલા કોમર્સ કોલેજના પ્રાધ્યાપિકા ખંભાળિયાના પુરીબેન સીદાભાઈ બેલા મનોવિજ્ઞાન વિષય ઉપર સી.પી. ચોકસી આર્ટ્‌સ અને પી.એલ. ચોક્સી કોમર્સ કોલેજ વેરાવળના આર્ટસ વિભાગના અધ્યાપક ડો. અર્જુન એમ. ચોચાના માર્ગદર્શન હેઠળ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢમાં રજૂ કરેલા મહાનિબંધ “કોલેજ અને યુનિવર્સિટીના કાયમી શિક્ષકોના વ્યવસાય સંતોષ, સામાજિક આધાર અને માનસિક સ્વાસ્થ્યનો એક મનોવૈજ્ઞાનિક અભ્યાસ”. જે યુનિવર્સિટીએ માન્ય રાખી અને તેમને મનોવિજ્ઞાન વિષયમાં પીએચડીની પદવી પ્રદાન કરી છે. તે બદલ કોલેજના આચાર્ય તેમજ સ્ટાફ અને વિદ્યાર્થીઓએ પ્રાધ્યાપિકાને હાર્દિક અભિનંદન પાઠવી શુભેચ્છાઓ આપી હતી.

error: Content is protected !!