જન્માષ્ટમી શહેર ફલોટ સુશોભન હરીફાઈમાં હાટકેશ યુવક મંડળ પ્રથમ ક્રમે વિજેતા

0

જૂનાગઢમાં જન્માષ્ટમી મહોત્સવ અંતર્ગત હાટકેશ યુવક મંડળ દ્વારા હાટકેશ્વર મહાદેવ મંદિર પાસે વિશાળ પરિસરમાં ફલોટ તૈયાર કરવામાં આવ્યો હતો. ત્રણ ફૂટના ઉજ્જૈન મહાકાલેશ્વરની દિવ્ય પ્રતિકૃતિ, ૧૦ ફૂટ લાંબા અને ૫૦ કિલોથી વધુ વજનના અજગર સાથે અધાસુર વધ, લોકલ ફોર વોકલ અભિયાન અંતર્ગત ૩૦ ફૂટ લંબાઈમાં ટાંચણી અને ઉનના રેસાઓ સાથેની નયન રંગોળી સેલ્ફી ઝોન સહિતના હજારો લોકોમાં આકર્ષણનું કેન્દ્રર રહ્યું હતું. હરિઓમ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત શહેર સુશોભન હરીફાઈમાં હાટકેશ યુવક મંડળે પ્રથમ ક્રમાંક એનાયત કરવામાં આવ્યો હતો. મયારામ આશ્રમ ખાતે ઇનામ વિતરણ સમારોહમાં પૂર્વ મેયર અને કોર્પોરેટર આદ્યશક્તિબેન મજમુદારના હસ્તે હાટકેશ યુવક મંડળને ફલોટ સુશોભન હરીફાઈમાં પ્રથમ વિજેતા જાહેર કરી શિલ્ડ પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર એનાયત કરી કામગીરીને બિરદાવવામાંં આવી હતી. હાટકેશ યુવક મંડળ દ્વારા રાત્રે મટકી ફોડ અને કૃષ્ણ આરતી દ્વારા કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરી હતી.

error: Content is protected !!