અંધ કન્યા છાત્રાલયની પ્રજ્ઞાચક્ષુ દીકરીઓને નવરાત્રી ઉત્સવ નિમિત્તે સંસ્થા દ્વારા રાષ્ટ્રીય વાણી સમ્રાટ પૂજ્ય નમ્રમુનિ મહારાજશ્રીના હસ્તે ફિક્સ ડિપોઝિટ અર્પણ કરાઈ

0

અંધ કન્યા છાત્રાલય છેલ્લા ૧૭ વર્ષથી પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ માટે શૈક્ષણિક વિવિધ પ્રવૃત્તિ કરી રહી છે, તેમજ અંધ દીકરીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે સંસ્થા દ્વારા દર વર્ષે રાસ ગરબાઓનું આયોજન કરવામાં આવે છે જેમાં નવરાત્રી રાસ ગરબામાં આ વર્ષે જૂનાગઢની વિવિધ ગરબીઓમાં ગરબા રમી આંખની ખામી હોવા છતાં આંતર ચક્ષુ દ્વારા કલરવ ના માધ્યમથી પ્રાચીન તેમજ અર્વાચીન તેમજ પાર્ટી પ્લોટ જેવી ગરબી ઓ માં જાેઈએ તો રાયજી બાગ ગરબી મંડળ, વણઝારી ગરબી,સોની સમાજ ગરબી, લુવાણા મહાજન વાડી ગરબી, સિંધી સમાજ ગરબી, રાજપુત સમાજ ગરબી, મિસરી ગ્રુપ તેમજ પલાસવા, માણાવદરના ખાંભલા, નાકરા, બાલાગામ, સુપેડી, કોલકી, ગાંધીગ્રામ ,શાપુર વગેરે ગરબી મંડળોના અને સમાજના વિવિધ પાર્ટી પ્લોટોમાં રાસ ગરબા રમી અંધ દીકરીઓએ ગરબાની રમઝટ બોલાવી હતી.અને આ સાથે ગરબી મંડળના આયોજકો અને સંચાલકોનો ખૂબ જ સહયોગ મળેલ હતો એટલું જ નહીં રાજ્યકક્ષાએ પણ પ્રાચીન ગરબાઓમાં પ્રથમ નંબર મેળવી અંધ કન્યા છાત્રાલયનું નામ અને જુનાગઢનું ગુજરાત કક્ષાએ ગૌરવ વધારતા સંસ્થાના પ્રમુખશ્રી મનસુખભાઈ વાજા એ અભિનંદન પાઠવતાની સાથે સાથે કોકો બેંકના ડાયરેક્ટર તરીકે કોમર્શિયલ કો-ઓપરેટિવ બેન્ક માં વ્યક્તિગત બેન્ક એકાઉન્ટ ખોલાવી દરેક દીકરીઓને ૮ હજારની ફિક્સ ડિપોઝિટ કરાવી હતી.અને વ્યક્તિગત સંસ્થા દ્વારા આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો. એટલું જ નહીં હર હંમેશ અંધ દીકરીઓ ને ભવનાથ જૈન સંઘ પારસધામ આશ્રમના પૂજ્ય રાષ્ટ્રીય વાણીસમ્રાટ સંત શ્રી નમ્રમુનિ મહારાજના સાનિધ્યમાં અને જૈનગુરુદેવના આશીર્વાદ સાથે આ બેંક ફિક્સ ડિપોઝિટ સર્ટિફિકેટ અર્પણ કરાવતા સર્વે ટ્રસ્ટીઓ વતી આનંદ વ્યક્ત કર્યો હતો. પારસધામ ભવનાથ જૈન આશ્રમમાં આજના કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિત રહેલા અંધ કન્યા છાત્રાલયના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મુકેશ એસ મેઘનાથી ટ્રસ્ટી શ્રી બટુક બાપુ, શ્રી શાંતાબેન બેસ, શ્રી સંતોષબેન મુદ્રા, શ્રી અલ્પેશભાઈ પરમાર, શ્રી કચરાભાઈ પરમાર, શ્રી ચંપકભાઈ જેઠવા,
શ્રી ઉષાબેન વાજા , જાેસનાબેન જેઠવા શ્રી રજનીબેન પુરોહિત વગેરેની હાજરી અમૂલ્ય હતી તેમજ જૈન સમાજનો પણ અંધ કન્યા છાત્રાલયને રોપટોપ સોલાર પેનલ કે જેની કિંમત ૩,૬૫,૦૦૦ પૂજ્ય રાષ્ટ્રીય વાણી સમ્રાટ સંતશ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના આવા મોટા દાનથી અંધ કન્યા છાત્રાલયનું આજીવન લાઈટ બિલ ન ભરવું પડે તે હેતુસર જૈન સમાજના અગ્રણી શ્રી પ્રોફેસર દામાણી સાહેબ, શ્રી લલીતભાઈ દોશીનો સંસ્થાના તમામ ટ્રસ્ટીઓ અને અંધ દીકરીઓ વતી હૃદય પૂર્વક જૈન સમાજનો અને જૈનગુરુદેવનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો ગુરુદેવના આશીર્વાદ લઈ પવિત્ર ગંગા સમાન શબ્દો અને પ્રેરણાદાયશુભ ગુરૂવાણીનો દિવ્યાંગ દીકરીઓએ લાભ લીધો હતો અને અંધ દીકરીઓએ જણાવ્યું હતું કે દેખ્યાનો દેશ તમે લઈ લીધો નાથ પણ કલરવ ની દુનિયા અમારી આ પંક્તિના માધ્યમથી પવિત્ર ગુરૂવાણી સાંભળી વ્યક્તિગત જીવનમાં ઉતારી ભાવવિભોર બની હતી અને પૂજ્ય ગુરુદેવ ના આશીર્વાદ સાથે તમામ દીકરીઓને પ્રસાદીરૂપી ચાંદીના સિક્કા આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

error: Content is protected !!