જૂનાગઢના અક્ષર જવેલર્સની પેઢીમાંથી રૂા.૯૧ લાખના કાચા સોનાની હેરાફેરી પ્રકરણમાં મેનેજર સહિત ૩ની ધરપકડ

0

રૂા.રપ લાખનું સોનુ અને ૪.પ૦ લાખ રોકડ મુદ્દામાલ કબ્જે કરાયો : તપાસનો ધમધમાટ

જૂનાગઢની જાણીતી અક્ષર જવેલર્સ નામની સોની વેપારીની પેઢીના મેનેજરે રૂા.૯૧ લાખના કાચા સોનાની હેરાફેરી કર્યા અંગેનો બનાવ પોલીસ દફતરે નોંધાયો હતો અને વિશ્વાસઘાત અને છેતરપિંડીના આ બનાવની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમ્યાન જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજડીયા તથા જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાના સુચના અને માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલીયાના માર્ગદર્શન હેઠળ પોલીસની વિવિધ ટીમો દ્વારા આ બનાવની ઉંડાણપુર્વકની તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમ્યાન અક્ષર જવેલર્સ ખાતેથી ચોરી કરનાર કુલ ત્રણ શખ્સોને કુલ સોનુ ૩૭૭.૭૩ ગ્રામ કિંમત રૂા.રપ,૭૬,૭પ૩ તથા રોકડ રકમ રૂા.૪,પ૦,૦૦૦ તથા મોબાઈલ નંગ-૩, મોટરસાઈકલ-૧ વિગેરે મળી કુલ રૂા.૩૧,૮૧,૭પ૩ના મુદ્દામાલ સાથે એ ડીવીઝન પોલીસે ઝડપી લીધેલ છે અને ગઈકાલે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ તકે ડીવાયએસપી હિતેષ ધાંધલીયા અને અધિકારીઓએ આ અંગેની વિગતો આપી હતી. પોલીસે આપેલી વિગત અનુસાર, જૂનાગઢમાં સોનાના દાગીનાનો વેપાર કરતી અક્ષર જવેલર્સ નામની પેઢીમાંથી પેઢીના જ મેનેજર દ્વારા ૯૧ લાખના કાચા સોનાની હેરાફેરી કરી હોવાનું સામે આવ્યા બાદ પોલીસે મેનેજર સહિતના ત્રણ શખ્સોની ધરપકડ કરીને રિમાન્ડ મેળવ્યા હતા. જેની તપાસમાં પોલીસે રપ લાખનું સોનુ અને ૪.પ૦ લાખ રોકડા રીકવર કર્યા છે. જૂનાગઢમાં છાયા બજારમાં આવેલી અક્ષર જવેલર્સ નામની પેઢીમાં મેનેજર તરીકે કામ કરતા કુતીયાણાના મયુર નાનજી વાઘેલાએ છેલ્લા ત્રણ મહિનામાં ૯૧ લાખના કાચા સોનાની હેરાફેરી કરી હોવાનું સામે આવ્યા બાદ પેઢીના માલિક સુનીલ રાજપરાએ એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં તપાશનીશ પીઆઈ વત્સલ સાવજ સહિતના સ્ટાફે મેનેજર મયુર વાઘેલા અને જેને સોનુ વેંચ્યું હતું તેવા જૂનાગઢના કલ્પેશ ઉર્ફે કલ્પરાજસિંહ નકુમ અને ભૌમિક મહિપત પરમાર નામના શખ્સોની ધરપકડ કરીને કોર્ટમાંથી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ અંગે ડીવાયએસી હિતેશ ધાંધલીયાએ જણાવ્યું હતું કે, રિમાન્ડ દરમ્યાન એવું સામે આવ્યું છે કે, મેનેજર મયુર વાઘેલાનો પગાર માત્ર ૧૪ હજાર હતો પરંતુ તેના મોજશોખ મોંઘા હતા. જેથી પોતાના શોખ પુરા કરવા માટે સ્માર્ટ વોચ, આઈફોન, મોંઘા બાઈક લેવામાટે તેણે પેઢીના માલિકે તપાસ કરીને સ્ટોક મેળવતા ભાંડો ફુટયો અને પોલીસ ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ તપાસમાં આરોપીઓ પાસેથી ૩૯૦ ગ્રામ સોનુ જેની કિંમત રપ લાખની છે તે સોનુ તેમજ મેનેજરના લોકરમાંથી ૪.પ૦ લાખ રોકડા રિકવર કરવામાં આવ્યા છે. હાલ આ કેસમાં અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

error: Content is protected !!