જૂનાગઢના ચાર ગેમઝોનને સીલ કરતું મનપા તંત્ર

0

 

કમિશ્નર ડો. ઓમ પ્રકાશની સુચના અંતર્ગત ગઈકાલે રવિવારે મનપાની ટીમોએ શહેરી વિસ્તારમાં ચાલતા ગેમઝોનનું કર્યું સઘન ચેકિંગ : ક્ષતીઓ બહાર આવતા કડક કાર્યવાહી

જૂનાગઢ મહાનગરપાલિકા તંત્ર દ્વારા ગઈકાલે રવિવારના દિવસે જૂનાગઢ શહેરી વિસ્તારમાં ચાલતા ગેમઝોન ઉપર તવાઈ ઉતારી હતી અને તપાસણી અને સઘન ચેકિંગ હાથ ધરી અને ક્ષતીગ્રસ્ત ગેમઝોન સામે નોટિસો ફાળવવામાં આવી છે તેમજ ચાર ગેમ ઝોનને સીલ કરી નાખવામાં આવ્યા છે. રાજકોટ ખાતે ગેમીંગ ઝોનમાં બનેલા અગ્નિકાંડના બનાવમાં બાળકો સહિત ૩૩ જેટલા લોકો જીવતા ભુંજાઈ ગયાની ઘટનાને પગલે હાહાકાર મચી જવા પામ્યો છે અને સમગ્ર ગુજરાતને હચમચાવી નાખ્યું છે. આ ઘટનાની કાલીમા ભુંસાઈ નથી ત્યાં જ દિલ્હીના વિવેક વિહારમાં આવેલી એક ચાઈલ્ડ હોસ્પિટલમાં પણ ભીંસણ આગ લાગી અને આ આગમાં નવ નવજાત શીશુના મૃત્યુંના બનાવો બન્યા છે. સમગ્ર ગુજરાત આવી દર્દનાક ઘટનાને કારણે દુઃખના સાગરમાં ડુબી ગયેલ છે. દરમ્યાન રાજકોટ ગેમીંગ ઝોનની બનેલી દુર્ઘટનાને ધ્યાને લઈ તાત્કાલીક અસરથી અન્ય શહેરોમાં પણ જાહેર સ્થળો, ફરવા લાયક સ્થળો કે ગેમીંગ ઝોન વિગેરે સ્થળો ઉપર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે. આ દરમ્યાન જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશ્નર ડો. ઓમ પ્રકાશની સુચના અંતર્ગત જૂનાગઢ શહેરી વિસ્તારમાં ચાલતા ગેમ ઝોનમાં સઘન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ચાર ગેમ ઝોન સીલ કરી નાખવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. આ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર, રાજકોટ ખાતે ગેમીંગ ઝોનમાં થયેલ અકસ્માતને ધ્યાને લઈ ગઈકાલે રવિવાર તા.૨૬-૫-૨૦૨૪ના રોજ મનપાના કમિશ્નર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષ સ્થાને જૂદા જૂદા વિભાગો સાથે બેઠક યોજઈ હતી. જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ ગેમઝોન (૧) સુરજ ફન વર્લ્ડ એમ્યુઝમેન્ટ પાર્ક, કોલેજ રોડ, જૂનાગઢ, (૨) સુરજ સીનેપ્લેક્ષ, કોલેજ રોડ, જૂનાગઢ, (૩) હોટલ ફર્ન, ગીરનાર દરવાજા, જૂનાગઢ, (૪) ગેમર્સ પોઈન્ટ, ઉપરકોટ, જૂનાગઢની ચકાસણી મહાનગરપાલિકા, પોલીસ વિભાગ, પી.જી.વી.સી.એલ., મામલતદાર કચેરીના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ ચકાસણી દરમ્યાન ધ્યાને આવેલ બાબતો અન્વયે સુરજ ફન વર્લ્ડ એમ્યુઝમેન્ટ પાર્ક, કોલેજ રોડ, જૂનાગઢમાં ટોરા ટોરા, હોન્ડા રાઈડ ડીસ્મેન્ટલ કરી દુર કરવામાં આવેલ છે. બાકીની ૧૩(તેર) રાઈડ એમ્યુઝમેન્ટ પાર્કના મેનેજમેન્ટ દ્વારા ચાર્ટડ એન્જીનીયર મારફત રી-ઈન્સ્પેકશન કરાવી રીર્પોટ રજૂ કર્યા બાદ ચાલુ કરવામાં આવશે તેમ જણાવેલ છે. તેમજ ફાયર સેફટી અંગે આપવામાં આવેલ એન.ઓ.સી.ની મુદત પૂર્ણ થયેલ છે. શોપ એન્ડ એસ્ટાબ્લીસ્મેન્ટ એકટ તથા વ્યવસાય વેરા અન્વયે રજીસ્ટ્રેશન થયેલ નથી. બિલ્ડીંગ યુઝ સર્ટીફીકેટ તથા સ્ટ્રકચર સ્ટેબીલીટી સર્ટીફીકેટ રજૂ કરેલ નથી. જે ધ્યાને લઈ આ જગ્યાને સીલ કરવામાં આવેલ છે. વધુમાં સુરજ સીનેપ્લેક્ષ, કોલેજ રોડ, જૂનાગઢમાં આવેલ રોયલ ગેમ ઝોન ફાયર એન.ઓ.સી. ધરાવતા ન હોય, શોપ એન્ડ એસ્ટાબ્લીસ્મેન્ટ એકટ અન્વયે સૂરજ સીનેપ્લેક્ષનું રજીસ્ટ્રેશન થયેલ ન હોય તેમાં આવેલ રોયલ ગેમ ઝોનનું શોપ એન્ડ એસ્ટાબ્લીસ્મેન્ટ એકટ તથા વ્યવસાયવેરા હેઠળ રજીસ્ટ્રેશન થયેલ ન હોય તેમજ કલેકટર કચેરી પાસેથી ગેમઝોન ચલાવવા બાબતેનો પરવાનો સંચાલક ધ્વારા મેળવવામાં આવેલ ન હોવાથી આ જગ્યાને મહાનગરપાલિકા જૂનાગઢ તથા મામલતદાર દ્વારા સીલ કરવામાં આવેલ છે. હોટલ ફર્ન, ગીરનાર દરવાજા, જૂનાગઢ પાસે શોપ એન્ડ એસ્ટાબ્લીસ્મેન્ટ એકટ અન્વયે રજીસ્ટ્રેશન ન હોય જે ધ્યાને લઈ કાયદાની જાેગવાઈ અનુસાર નોટીસ આપવામાં આવેલ છે. કલેકટર કચેરી પાસેથી ગેમઝોન ચલાવવા બાબતનો પરવાનો સંચાલક દ્વારા મેળવવામાં આવેલ ન હોવાથી સબંધીત જગ્યા મામલતદાર દ્વારા સીલ કરવામાં આવેલ છે. ગેમર્સ પોઈન્ટ, ઉપરકોટ, જૂનાગઢમાં ગેમ ઝોનનું ફાયર એન.ઓ.સી. મેળવેલ ન હોય શોપ એન્ડ એસ્ટાબ્લીસ્મેન્ટ એકટ તથા વ્યવસાયવેરા અન્વયે ગેમ ઝોનનું રજીસ્ટ્રેશન થયેલ ન હોય, તેમજ કલેકટર કચેરી પાસેથી ગેમઝોન ચલાવવા બાબતનો પરવાનો સંચાલક દ્વારા મેળવવામાં આવેલ ન હોવાથી સબંધીત જગ્યા મહાનગરપાલિકા, જૂનાગઢ તથા મામલતદાર કચેરી દ્વારા સીલ કરવામાં આવેલ છે. વધુમાં લોકોની વધુ અવર-જવર વાળા સ્થળો (૧) ડી-માર્ટ, ઝાંઝરડા બાયપાસ રોડ, જૂનાગઢ, (૨) રિલાયન્સ ટ્રેન્ડસ મોલ, ઝાંઝરડા બાયપાસ રોડ, જૂનાગઢ, (૩) રિલાયન્સ ડીઃડીટલ, ઝાંઝરડા રોડ, જૂનાગઢ, (૪) રિલાયન્સ સુપર માર્કેટ, મોતીબાગ રોડ, જૂનાગઢ, (૫) ક્રોમા મોલ, ટીંબાવાડી શેડ, જૂનાગઢ, (૬) વી-માર્ટ મોલ, તળાવ દરવાજા, જૂનાગઢ, (૭) જયશ્રી સીનેમા, તળાવ દરવાજા, જૂનાગઢ, (૮) રોપ વે, ભવનાથ, જૂનાગઢ, (૯) સકકરબાગ, રાજકોટ રોડ, જૂનાગઢ, (૧૦) મ્યુઝીયમ, સરદારબાગ, જૂનાગઢ તથા શહેરમાં આવેલ હોસ્પીટલો, કોલેજાે, શાળા વિગેરેની ચકાસણીની કાર્યવાહી કરવામાં આવનાર છે.

error: Content is protected !!