ગીર સોમનાથ જિલ્લામાં ૨૪ કલાક કાર્યરત રહેતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં ઉના સીટીમાંથી એક યુવતીનો ૧૮૧માં કોલ આવેલ કે એક છોકરો દરરોજ મારો પીછો કરે છે. જેથી હું માનસિક રીતે ખૂબ ડિસ્ટર્બ થાવ છું. તેથી તમારી મદદની જરૂર છે, જેથી ફરજ ઉપર હાજર રહેલ કાઉન્સેલર મનિષા ધોળીયા, કોન્સ્ટેબલ સોનલબેન ખાણીયા અને પાયલોટ બચુભાઈ સ્થળ ઉપર પહોંચ્યા. પીડિતાને મળ્યા તેનું કાઉન્સેલિંગ કરેલ. તો જણાવેલ કે અમે રોજ ૩ છોકરીયું બસમાં દરરોજ અપડાઉન કરીએ છીએ. ક્લાસીસ કરવા જયે ત્યાં જ તે યુવકની દુકાન છે. અમે લોકો જ્યારે નીકળીએ ત્યારે અમારો પીછો કરે છે. બસ સ્ટેશન સુધી પાછળ આવે છે. વોશરૂમ જયે તો ત્યાં પણ પાછળ આવે છે અને ખરાબ નજરથી જાેતો હોય છે હું કેટલા દિવસ માનસિક રીતે પરેશાન રહું છું અને તે માટે તેને સબબ શિખાડવો છે. પીડિતા તે યુવકની જ્યાં દુકાન હતી ત્યાં લઈ ગયા તે યુવક હાજર હતો તેને જણાવેલ કે કોઈ પણ મહિલાનો પીછો કરવો તેને ખરાબ નજર થી જાેવા તે કાયદાકીય ગુનો બની જાય છે. તેને કાયદાનું ભાન કરાવ્યું અને તેણે યુવતીની માફી માંગી અને તે યુવતીને માફીપત્ર લખીને આપેલ કે હવે પછી આવું ક્યારેય પણ નહિ કરૂ. જેથી યુવતીને આગળ કોઈ કાર્યવાહી કરવી ના હતી. તે માટે જ દીકરીઓને નીડર થઈ ને રહેવું જાેઈએ, ડરી ને નહિ. તે યુવતીએ અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.