IT રીટર્ન ભરવાની મુદ્દતમાં એક દિવસનો વધારો

ગઈકાલે એક દિવસમાં એક કરોડથી વધુ રીટર્ન ભરાયા

IT રીટર્ન ભરવાની મુદ્દતમાં એક દિવસનો વધારો
CNBC TV18

(એજન્સી)    નવી દિલ્હી તા.૧૬:
દેશમાં આવકવેરાના ૨૦૨૪/૨૫ના નાણાકીય વર્ષ માટેના રિટર્ન ફાઈલ કરવાના ગઈકાલે અંતિમ દિવસે ભારે ધસારો થયા બાદ અને વારંવાર આઈટી પોર્ટલમાં રીટર્ન ફાઈલ કરવા લોગ-ઈનથી સબમીટ કરવામાં મુશ્કેલી પડી રહી હોવાની ફરિયાદ બાદ પણ એક જ દિવસમાં વધુ ૧ કરોડથી વધુ રિટર્ન ફાઈલ થયા હતા અને રાત્રીના ૧૨ વાગ્યાની ડેડલાઈન પુરી થતા કુલ ૭ કરોડ રિટર્ન પુરા થયેલા નાણાકીય વર્ષ માટે ફાઈલ થયા છે.
જો કે જે રીતે આવકવેરા પોર્ટલ ધીમુ ચાલે છે તથા વધુ લાખો લોકો હજુ રીટર્ન ભરવા માટેની કતારમાં છે તે નિશ્ચિત થતા જ આઈટી રિટર્ન ફાઈલ 
કરવાની મુદત ૨૪ કલાક વધારવામાં આવી છે અને હવે આજે રાત્રીના ૧૨ વાગ્યા સુધી નાણાકીય વર્ષ ૨૦૨૪/૨૫ના આવકવેરા રિટર્ન ફાઈલ કરી શકાશે.