તમિલનાડુમાં સરકાર બનાવવા માટે સૌથી મોટા પક્ષ ટીવીકેને ગઠબંધન કરવું પડશે

નંબર ગેમમાં સાદી બહુમતી માટે 11 બેઠકો ઓછી : ડીએમકેનું સમર્થન મળી શકે

તમિલનાડુમાં સરકાર બનાવવા માટે સૌથી મોટા પક્ષ ટીવીકેને ગઠબંધન કરવું પડશે

(એજન્સી)     ચેન્નાઈ તા.5
તમિલનાડુમાં એક્ટર થલપતિ વિજયની પાર્ટી TVK 107 બેઠકો મળી છે. માત્ર બે વર્ષ પહેલા બનેલી આ પાર્ટી બહુમતી એટલે કે 118 બેઠકોના આંકડાથી માત્ર 11 બેઠક દૂર રહી ગઈ છે. બીજી તરફ, ભાજપના સમર્થન વાળું AIADMK ગઠબંધન 53 બેઠકો અને DMK ગઠબંધન 74 બેઠકો પર છે.
1967થી અત્યાર સુધી તમિલનાડુમાં 6 વખત DMK અને 8 વખત AIADMKની સરકાર રહી છે. હવે પ્રથમ વખત કોઈ ત્રીજી પાર્ટીની સરકાર બની શકે છે. જોકે, આ માટે TVKએ 118 બેઠકોનો આંકડો મેળવવો પડશે.
‘તમિલગા વેટ્રી કઝગમ’ એટલે કે TVKએ તમામ 234 બેઠકો પર એકલે હાથે ચૂંટણી લડી હતી. જ્યારે AIADMKની આગેવાની હેઠળના ગઠબંધનમાં BJP, PMK અને AMMK જેવા પક્ષો છે.
સૌથી વધુ 108 બેઠકો મળવાને કારણે પરંપરા મુજબ, રાજ્યપાલ TVKને સરકાર બનાવવાનો દાવો રજૂ કરવા માટે આમંત્રિત કરી શકે છે. TVKએ સાબિત કરવું પડશે કે પોતાની બેઠકો અને બહારનું સમર્થન મળીને તેની પાસે ઓછામાં ઓછા 118 ધારાસભ્યોનું સમર્થન છે.