અંબાજી મંદિરના બનાવથી વ્યથિત ધારાસભ્ય સંજય કોરડીયા ધ્રુસકે-ધ્રુસકે રડી પડયા

પાત્રતા નહીં તપાસો તો લોકો તમારી પાત્રતા કાઢી નાખશે : માતાજીમાં શ્રધ્ધા છે પણ સંતોમાં નહીં આવે :આવા લોકોને સમાજમાંથી કાઢવા જાેઈએ : સંજય કોરડીયા “જે પાખંડ, સાધુતા કરી સમાજને અને સનાતન ધર્મને બદનામ કરી રહ્યા છે તેમની પાસે ન જવું જાેઈએ”

અંબાજી મંદિરના બનાવથી વ્યથિત ધારાસભ્ય સંજય કોરડીયા ધ્રુસકે-ધ્રુસકે રડી પડયા

જૂનાગઢ તા.૧૪
લાખો લોકોની આસ્થાના પ્રતિક અને બાવન શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ અંબાજી મંદિરના ભંડારમાં યોજાયેલી ચીકન-દારૂ પાર્ટી અંગે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા ખુબ જ વ્યથિત થઈ ગયા છે. મિડીયા સાથે વાતચીત કરતા ધારાસભ્ય સંજય કોરડીયા ધ્રુસકે-ધ્રુસકે રડી પડયા હતા અને જણાવ્યું હતું કે, જે પવિત્ર ભૂમિમાં આ વસ્તુ થઈ છે, ત્યારે મને એક ધારાસભ્ય તરીકે અને આ વિસ્તારના નાગરીક તરીકે મને ખુબ જ દુ:ખ થયું છે અને સંતોના સાનિધ્યમાં આ વસ્તુ બને ત્યારે ખુબ દુ:ખ થાય છે. સંતોએ જે તેમના ચેલા અને સાધકો બનાવતા હોય છે ત્યારે તેમણે ખુબ જ તકેદારી રાખવી જાેઈએ અને પાત્રતા તપાસવી જાેઈએ. જાે તમે પાત્રતા નહીં તપાસો તો તમારી (સંતો-મહંતો-પૂજારીઓની) પાત્રતા લોકો કાઢી નાખશે. યુવાનો નથી માનવાના, તેઓ તમારી પાસે નહીં આવે. માતાજીમાં શ્રધ્ધા છે પણ સંતોમાં શ્રધ્ધા નહીં આવે. આ રીયાલીટી છે. આવા લોકોને સમાજમાંથી કાઢવા જાેઈએ. હું તો લોકોને એવું કહું છું કે હવે જે પાખંડ કરી, સાધુતા કરી અને સમાજને અને સનાતન ધર્મને બદનામ કરી રહ્યા છે તેવા સાધુઓ પાસે ન જવું જાેઈએ. તેમ સંજય કોરડીયાએ ખુબ જ દુ:ખ અનુભવતા આ વાત કહી હતી.