ખંભાળીયામાં તેલી નદી પાસે ડ્રેનેજ કામમાં શાક માર્કેટના આઠ ગાલા તોડી પાડતું તંત્ર !
(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.ર૩
ખંભાળીયા નગરપાલીકા વિસ્તારમાં તેલી નદીનું ગંદુ પાણી નદીમાં ન આવે તથા ગટરના પાણીનો કાયમી નિકાલ થાય તે હેતુ કરોડો રૂપિયાના ખર્ચે નદીની બંને તરફ ગટરના વિશાળ ડ્રેનેજ લાઈનની કામગીરી થઈ રહી છે ત્યારે આ કામમાં તેલી નદી વિજય સિનેમા પાસે પાલીકા દ્વારા બનાવવામાં આવેલ શાક માર્કેટના નદી તરફના વિસ્તારના આઠ ગાળા(દુકાનો) તોડી નખાતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ અંગે પાલીકા સત્તાધીશોને પૂછતા ઠરાવ બાદ કામગીરી કરાઈ હોવાનું જણાવાયું છે. જો કે પાલીકા દ્વારા જ માર્કેટના ગાલા તોડી પડાતા વખતોવખતના નકશામાં આયોજન યા સંકલનમાં અભાવને લીધે પાલીકાને લાખો રૂપિયાની નુકસાનીની પણ ચર્ચા ઠેકઠેકાણે થઈ રહી છે.


