જુથળ ગામ સેવા સહકારી મંડળીના મંત્રીએ રૂા.ર.૦૯ કરોડની ઉચાપત કર્યાની ફરીયાદ
જૂનાગઢ તા.૭ : જુથળ ગામ સેવા સહકારી મંડળીના પ્રમુખ સહિત કમીટી અને ખેડૂત સભાસદો સાથે વિશ્વાસઘાત કરી મંત્રીને રૂા.ર.૦૯ કરોડની ઉચાપત કર્યાની ફરીયાદ માળીયા હાટીના પોલીસ મથકે નોંધાઈ છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર માળીયા હાટીના પોલીસ મથકે જુથળ સેવા સહકારી મંડળીના પ્રમુખ કનૈયાલાલ ઉર્ફે કનુભાઈ કનેરીયાએ કાન્તીભાઈ નરશીભાઈ હિંગરાજીયા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આરોપીએ જુથળ સેવા સહકારી મંડળીના મંત્રી તરીકેના સમય દરમ્યાન ખોટા પત્રકો અને રસીદો બનાવી તથા યોગ્ય હિસાબો નહી રાખી ખોટા ધિરાણો મંજુર કરાવી તેમજ મંડળીના ચોપડા, કાગળ, જામીનગીરી સાથે ચેડા કરી મંડળીના પ્રમુખ સહિતની કમીટી તથા ખેડૂત સભાસદો સાથે છેતરપીંડી કરવાના ઈરાદે રોકડ ઘટ ઉચાપત રૂા.પ૯,૪ર,૯૮૯, સ્ટોક ઘટ ઉચાપત રૂા.ર૬,૭૮,૯૯૧, ધિરાણ ઉચાપત રૂા.૭૦,૬૭,૧૦૦, થાપણ ઉચાપત રૂા.૩૦,૪૪,૦૦૦, બેન્ક ખાત ઉચાપત રૂા.૧૩,ર૬,૪૩૦, અંગત લોન ઉચાપત રૂા.૮,૯૦,૦૯૯ મળી કુલ રૂા.ર,૦૯,૪૯,૬૦૯ની ઉચાપત કર્યાની ફરીયાદ નોંધવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ માળીયા હાટીના પીઆઈ એમ.એન.કાતરીયાએ તપાસ હાથ ધરી છે.


