જૂનાગઢનાં સોની બજાર-ચોકસી ગલીમાં વેપારીઓની દુકાનમાં પાણી ભરાયા

જૂનાગઢનાં સોની બજાર-ચોકસી ગલીમાં વેપારીઓની દુકાનમાં પાણી ભરાયા

જૂનાગઢ તા. 3
જૂનાગઢ શહેરમાં એક તરફ બે દિવસ થયા સતત વરસી રહેલા વરસાદનાં પગલે રસ્તાઓની ખુબ જ ખરાબ હાલત છે. મનપા તંત્રની અણઆવડતને આડેધડ રસ્તાઓના કામો તેમજ પીવાના પાણીની લાઈન અને ભુગર્ભ ગટરની લાઈનની કથિત કામગીરીનો ભોગ લોકો બની રહયા છે. દરમ્યાન માંડવી ચોક ખાતે નળ અને ગટરની કામગીરીને કારણે ગટર બંધ કરી દેવામાં આવી હતી અને જેને પરીણામે પાણીનાં નિકાલની કામગીરીને અવરોધ ઉભો થયો છે. ત્યારે સોની બજાર અને ચોકસી બજારમાં આવેલી વેપારીઓની દુકાનમાં પાણી ઘુસી જતાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો છે. સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર આ અંગે મનપા તંત્રને રજુઆત કરવામાં આવી હતી. અને આ અંગે કામગીરી હાથ ધરવામાં આવશે તેવું જણાવેલ પરંતુ હજુ કોઈ કામગીરીનો ઉકેલ આવ્યો નથી ત્યારે તાત્કાલીક અસરથી પાણી નિકાલ માટેની વ્યવસ્થા વહેલી તકે કરવામાં આવે તેવી લાગણી અને માંગણી વ્યકત કરવામાં આવી છે.