ડો.હરીભાઈ ગોધાણી કેમ્પસ ખાતે ગાંધીહાટની ઉજવણી કરાઈ
જૂનાગઢ, તા.૬
આઝાદ ભારતના સ્વપ્નના નિર્માતા અને સ્વતંત્રતાની જયોતને પોતાની પ્રભાવી વિચારસરણી દ્વારા બુલંદ બનાવનાર એવા ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના આદર્શવાદી વિચારોને ડો. હરિભાઈ ગોધાણી કેમ્પસમાં અભ્યાસ કરતા ભારતના ભાવિ નાગરિકો પોતાના જીવનમાં ઉતારી એક આદર્શ ભારતીય સમાજની પરિકલ્પનાના સહભાગી બને તે માટે સંકૂલમાં કાર્યરત વિવિધ વિભાગો દ્વારા ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે ગાંધિહાટનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સંસ્થાના વિવિધ વિભાગોના વિદ્યાર્થીઓ એ ઉત્સાહપૂર્વક સહભાગીદારીતા નોંધાવી. જેનો હેતુ વિદ્યાર્થીઓ વાસ્તવિક વ્યાપારનો અનુભવ મેળવે તથા વ્યાપારના અનુકુળ પ્રતિકૂળ સંજાેગોથી માહિતગાર થાય અને વિદ્યાર્થીઓમાં વ્યાપાર પ્રત્યે અભિરૂચિ કેળવાય તે હતો. આ આયોજનમાં વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ તકે અતિથિ વિશેષશ્રીઓ, ઈન્ચાર્જ જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી રણવીરસિંહ પરમાર, E.IL. જલ્પાબેન કયાડા, E.I કમટા , A.E.I. મહિડા, A.E.I. ભાદરકા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સંસ્થાના ચેરમેન મેનેજીંગ ટ્રસ્ટી જે.કે. ઠેસીયા, ટ્રસ્ટી ચુનીભાઈ રાખોલિયા, ટ્રસ્ટી કડવાભાઈ રામાણી, ટ્રસ્ટી ભગવાનજીભાઈ ધામેલિયા, ટ્રસ્ટી વાવૈયા, ટ્રસ્ટી નિતેશભાઈ ભુવા, ટ્રસ્ટી અરવિંભાઈ પાઘડાર તથા શાળાના એચ.ઓ.ડી. ઉમેશભાઈ હિરપરા, આચાર્ય રોહિતભાઈ ભટ્ટ, કોલેજના એચ.ઓ.ડી. મનોજભાઈ વધાસીયા અને સમગ્ર સ્ટાફ પરિવારે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.


