નોર્વેના વડાપ્રધાને ટ્રમ્પને પરખાવ્યું : નોબેલ પુરષ્કાર સરકાર નહીં કમિટી આપે છે

નોર્વેના વડાપ્રધાને ટ્રમ્પને પરખાવ્યું : નોબેલ પુરષ્કાર સરકાર નહીં કમિટી આપે છે

વોશિંગ્ટન  તા.૨૧
નોર્વેના વડાપ્રધાન જોનાસ ગાહર સ્ટોરે ટ્રમ્પનો પત્ર મળ્યાની પુષ્ટિ કરી હતી. ત્યારબાદ તેમણે નિવેદન જારી કરીને તેમણે સ્પષ્ટ કર્યું કે નોબેલ શાંતિ પુરસ્કાર નોર્વે સરકાર નહીં, પરંતુ એક સ્વતંત્ર નોબેલ કમિટી આપે છે. સરકારનો તેમાં કોઈ રોલ નથી.
ટ્રમ્પે ગાહર સ્ટોરને નોબેલ ન મળવા અંગે એક ફરિયાદ પત્ર લખ્યો હતો. તેમાં તેમણે ગ્રીનલેન્ડને અમેરિકામાં ભેળવવાની વાત કહી હતી. ટ્રમ્પે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે તેઓ હવે નોબેલ વિશે વિચારતા નથી.
ટ્રમ્પે કહ્યું કે શાંતિ જરૂરી છે, પરંતુ હવે તેઓ એ પણ વિચારશે કે અમેરિકાના હિતમાં શું યોગ્ય છે. ગ્રીનલેન્ડ પર કબજો કરવાની તેમની કોશિશનું એક કારણ નોબેલ શાંતિ પુરસ્કાર ન મળવું પણ છે. જેના કારણે તેમના ર્નિણય પર પણ અસર પડી રહી છે.