બિલખા પોલીસે વિદેશી દારૂનો રૂા.6.81 લાખનો જથ્થો ઝડપ્યો

બિલખા પોલીસે વિદેશી દારૂનો રૂા.6.81 લાખનો જથ્થો ઝડપ્યો

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.28
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ તથા મદદનીશ પોલીસ અધિક્ષકરોહીતકુમાર, વિસાવદર વિભાગનાઓએ પ્રવર્તમાન સમયમાં દેશી તથા વિદેશી દારૂની બદીને નેસ્ત નાબુદ કરવા અને આવી પ્રવૃતિ કરતાં ઇસમોને દબોચી લઇ ગે.કા. પ્રવૃતીને સંપુર્ણપણે ડામી દેવા સુચના કરેલ હોય જે અન્વયે બીલખા પોલીસ સ્ટેશનનાં પો.ઇન્સ. એન.એન.ચુડાસમા તથા પોલીસ સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય, અને પો.સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પો.હે.કો. પ્રતિકભાઇ સુરેશભાઇ ઠાકર તથા સાગરભાઇ એમ. પરમારનાઓને ખાનગી રાહે અંગત બાતમીદારોથી મળેલ બાતમી હકીકત આધારે નવાગામની સીમમાં જંગલી પીરના જવાના રસ્તાની આગળ જંગલ વિસ્તારમાં વીરડીમાં હાજર નહી મળી આવેલ આરોપી રવી બાઘુભાઇ વેગડ રહે બીલખા ગામ વાળાએ ગે.કા પાસ પરમીટ વગર ભારતીય બનાવટના વિદેશી દારૂની 180 એમ.એલ.ની બોટલ નંગ-3408 જેની કુલ કિ.રૂા.6,81,600/-નો પ્રોહી મુદ્દામાલ પકડી પાડી હાજર નહી મળી આવનાર રવી બાઘુ વેગડ તથા મોકલનાર તથા તપાસમા ખુલે તે તમામ ઇસમોએ ગુન્હામાં એકબીજાને મદદગારી કરી ગુન્હો કરેલ હોય જેથી તેઓ સામે પ્રોહી એકટ મુજબ બિલખા પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.