પોરબંદરમાં હત્યા, મારામારી તથા ધાકધમકી જેવા ગંભીર ગુન્હાના આરોપી સામે પાસાનું શસ્ત્ર
પોરબંદરના શખ્સને પાસા હેઠળ સુરતની જેલમાં ધકેલવા લોકલ ક્રાઈમ બ્રાન્ચે કડક કાર્યવાહી કરી
(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.ર૮
પોરબંદરમાં હત્યા, મારામારી તથા ધાકધમકી જેવા ગંભીર ગુન્હાના આરોપી સામે લોકલ ક્રાઈમ બ્રાન્ચે કડક કાર્યવાહી કરી માથાભારે શખ્સને પાસા હેઠળ સુરતની જેલમાં ધકેલી દેવાયો છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જિલ્લામાં આવારા અસામાજિક તત્વો વિરૂધ્ધમાં પાસા હેઠળ અટકાયતી પગલા લેવા માર્ગદર્શન અને સૂચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ઋતુરાબા શહેર વિભાગના માર્ગદર્શન હેઠળ કીતિર્મંદિર પોલીસ સ્ટેશન પાર્ટ એ.ની આઈ. પી.સી.ની કલમ તથા જી.પી.એકટની કલમ, કમલાબાગ પોલીસ સ્ટેશન પાર્ટ એની ભારતીય જી.પી.એકટની કલમ તથા કીતિર્મંદિર પોલીસ સ્ટેશન પાર્ટ એની ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ તથા કિર્તીમંદિર પોલીસ સ્ટેશનની પાર્ટએ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ તથા જી.પી.એકટની કલમ મુજબના ખુન, મરકુટ જેવા શરીર સંબંધી ગુન્હાઓ તેમજ ધાકધમકીઓના ગુન્હામાં સંડોવાયેલ આશિષ ઉર્ફે ટકો કિશોરભાઈ મસાણી, ઉંમર ૨૮,રહે, ખારવાવાડ ભાટીયા બજાર, કેશવ સ્કૂલ સામેની ગલી, પોરબંદરવાળા વિરૂધ્ધમાં પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સુચના મુજબ પોલીસ ઇન્સ્પેકટર કે.વી. પરમાર, કીતિર્મંદિર પોલીસ સ્ટેશન પોરબંદરનાઓએ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષક મારફત પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા આ સામાવાળાને પાસા હેઠળ સુરત જેલમાં અટકાયતમાં રહેવા પાસા વોરંટ ઇસ્યુ કરતા એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર આર.કે. કાંબરીયાનાઓ એ સામાવાળાને પાસા વોરંટની બજવણી કરી સુરત જેલ ખાતે મોકલી આપેલ છે.


