જૂનાગઢમાં સેવાભાવી સંસ્થા દ્વારા 185 લીટર વિનામુલ્યે ફુલ ઠંડી છાશ વિતરણ કરવામાં આવ્યું

જૂનાગઢમાં સેવાભાવી સંસ્થા દ્વારા 185 લીટર વિનામુલ્યે ફુલ ઠંડી છાશ વિતરણ કરવામાં આવ્યું

જૂનાગઢ, તા.28
શ્રી જૂનાગઢ ખોડીયાર ગૃપ યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા આયોજીત તા.26|04|2026ને રવિવારનાં રોજ રેડક્રોસ સોસાયટી, આઝાદ ચોક - જુનાગઢ ખાતે ઉનાળાની કાળઝાળ ગરમીમાં અને આકરા તાપમાં તમામ નાગરીકોને ઠંડક મળે એ હેતુથી વિનામુલ્યે ફુલ ઠંડી છાશ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ છાશ વિતરણનું ઉદ્ઘાટન જુનાગઢનાં સામાજીક આગેવાનોનાં વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.આ ફુલ ઠંડી છાશનો લાભ 1135 નાગરિકોએ લીઘો હતો. આ છાશ વિતરણ નાં પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે જેમાં જૂનાગઢ N.S.P. ગૃપનાં પ્રમુખ ચંદુભાઈ લોઢીયા, ગાયત્રી જ્ઞાન મંદિર ચેરીટેબલ ટ્રસ્ટનાં ટ્રસ્ટી જાદવભાઈ, રેડક્રોસ સોસાયટીનાં મેમ્બર મહેન્દ્રભાઈ લાખાણી, મહિલા અગ્રણીઓમાં તન્વીબેન વૈષ્નવ, જયશ્રીબેન ગાલોરીયા, પ્રવિણાબેન વાઘેલા, રેખાબેન સ્વાદીયા, દેવીબેન દવે, સ્મિતાબેન ગાલોરીયા, વર્ષાબેન રાવલ, રમીલાબેન ઘુચલા, ભાવનાબેન કે.વૈષ્ણવ, કિરણબેન ઉનડકટ, રોશનીબેન ઘુચલા વગેરે મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.
આ છાશ વિતરણનાં પ્રસંગે બહારગામનાં નામી અનામી દાતાઓ તેમજ જુનાગઢ નાં નામી અનામી દાતાઓનો પુરેપુરો આર્થિક સહકાર મળ્યો હતો. આ સેવાકીય કાર્યને સફળ બનાવવા સંસ્થાનાં પ્રમુખ નરેન્દ્ર ઘુચલાએ જહેમત ઉઠાવી હતી.