જૂનાગઢનાં યુવકને એમડી ડ્રગ્સ કેસમાંથી નામ કઢાવવાના બહાના હેઠળ રૂા.૯પ૦૦૦ પડાવી લીધા - ફરીયાદ
(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા. ૩૧
જૂનાગઢમાં યુવકને એમડી ડ્રગ્સ કેસમાં નામ આવેલ છે, કેસમાંથી નામ કઢાવવા વહીવટ કરવો પડશે તેમ કહી રૂા.૯પ૦૦૦ પડાવી લીધાની બે વિરૂધ્ધ સી ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર સી ડીવીઝન પોલીસ મથકે અરમાન જાહીદભાઈ થયમએ સાજીદ હુશેનભાઈ હાલા અને અખ્તર અમરેલીયા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આરોપી સાજીદ હાલાએ ફરીયાદીને કહેલ કે ફરીયાદીના મિત્ર શકલીન નાયક ઉપર એમડી ડ્રગ્સ કેસ થયેલ છે અને તેમાં ફરીયાદીનું નામ આવેલ છે અને પોલીસ ફરીયાદીના ઘરે આવશે અને હેરાન કરશે તેવું જણાવી કેસમાંથી નામ કઢાવી નાખવા રૂા.૧,રપ,૦૦૦નો વહીવટ કરવો પડશે તેવી બીક બતાવતા ફરીયાદી પાસેથી રૂા.૯પ૦૦૦ પડાવી લીધાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


