યુધ્ધ વિરામનુ ઉલ્લંઘન : ગાઝા પર ઈઝરાયલના હુમલામાં ૩૦ના મોત
(એજન્સી) તેલ અવિવ તા.૨૯:
અમેરીકાની મધ્યસ્થીથી ઇઝરાયલ અને હમાસ યુદ્ધવિરામ માટે સંમત થયા હતા, હમાસે ઇઝરાયલના તમામ બંધકોને મુક્ત કર્યા હતાં. ત્યાર બાદથી ઇઝરાયલી ડિફેન્સ ફોર્સીઝ (ૈંડ્ઢહ્લ) સતત યુદ્ધવિરામ કરારનું ઉલંઘન કરી રહી છે, જેમાં સંખ્યાબંધ પેલેસ્ટિનિયન નાગરિકોના મોત થયા છે, એવામાં ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ૈંડ્ઢહ્લને ગાઝા પર ‘પૂરી તાકાતથી હુમલો‘ કરવા આદેશ આપ્યો છે, ઇઝરાયલે ગાઝામાં ફરી નરસંહાર શરુ કર્યો છે. ઇઝરાયલે ગઈ કાલે ગાઝાના અનેક વિસ્તારોમાં મિસાઈલ વડે હુમલો કર્યો
હતો, ૩૦થી વધુ પેલેસ્ટિનિયન નાગરીકોના મોત થતા છે.


