ર૦ર૬માં ત્રીજુ વિશ્વ યુધ્ધ થશે : બાબા વેંગાની ભવિષ્યવાણી
નવી દિલ્હી,તા.૩૧:
બલ્ગેરિયન ભવિષ્યવક્તા બાબા વાંગાની આગાહી જગવિખ્યાત છે. બાબા વાંગાની ભવિષ્યવાણી પર ઘણા લોકો અતૂટ વિશ્વાસ ધરાવે છે, કેટલાક લોકો તેને માત્ર સંયોગ માને છે. જોકે, હાલની વૈશ્વિક પરિસ્થિતિને જોતા તેમની આ આગાહીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. હાલ, વર્ષ ૨૦૨૬ને લઈને બાબા વેંગાએ કરેલી આગાહીઓએ સમગ્ર વિશ્વમાં ચર્ચા જગાવી છે.
બાબા વાંગાની આગાહી મુજબ, વિશ્વના પૂર્વ ભાગમાં ચાલી રહેલો તણાવ એક મોટા યુદ્ધ સર્જી શકે છે. આ યુદ્ધની અસર માત્ર એશિયા પૂરતી સીમિત નહીં રહે, પરંતુ તેની જ્વાળાઓ પશ્ચિમી દેશો સુધી પણ પહોંચી શકે છે. જેનાથી ભારે જાન-માલનું નુકસાન થઈ શકે છે. આ સંઘર્ષ વૈશ્વિક સત્તાના સમીકરણોને સંપૂર્ણપણે બદલી નાખશે. બાબા વાંગાએ રશિયાને લઈને મોટી વાત કહી છે.
બાબા વાંગાના મતે, રશિયામાં એક નવો અને અત્યંત પ્રભાવશાળી નેતા ઉભરી આવશે. આ નેતા વૈશ્વિક અશાંતિ અને યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે પણ પોતાનું વર્ચસ્વ જમાવશે અને વિશ્વના રાજકારણને પ્રભાવિત કરશે.


