જાે ભારત રશિયા સાથે વેપાર કરવાનું ચાલુ રાખશે તો પ૭પ ટકા ટેરિફ ઝીંકાશે : ટ્રમ્પ
(એજન્સી) વોશીંગ્ટન તા.૧૩:
અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ અંગે એક નવું નિવેદન બહાર પાડ્યું છે. ટ્રમ્પે જાહેરાત કરી છે કે ઈરાન સાથે વેપાર કરનાર કોઈપણ દેશે અમેરિકા સાથે વેપાર પર ૨૫% ટેરિફ ચૂકવવો પડશે. તેમણે આ નિવેદન તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર આપ્યું છે. ટ્રમ્પનો આ ર્નિણય ઈરાનમાં સરકાર વિરોધી મોટા વિરોધ પ્રદર્શનો વચ્ચે આવ્યો છે, જે વર્ષોમાં સૌથી મોટો છે. ટ્રમ્પના આ નવા હુકમનામુંથી ભારત પર પણ અસર થવાની શકયતા છે. ભારત પહેલાથી જ અમેરિકામાં થતી નિકાસ પર ૫૦ ટકા ટેરિફનો સામનો કરી રહ્યું છે. આમાંથી રપ ટકા પારસ્પરિક ટેરિફ છે, જે બદલો લેવાનો એક પ્રકાર છે. બાકીનો ૨૫% ટેરિફ ભારત પર રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા બદલ લાદવામાં આવેલ દંડ છે. ટ્રમ્પે તાજેતરમાં જણાવ્યું હતું કે જે દેશો રશિયા સાથે વેપાર કરવાનું ચાલુ રાખે છે તેમને ૫૦૦ ટકા સુધીના ટેરિફનો સામનો કરવો પડી શકે છે. ટ્રમ્પના હુકમનામા અનુસાર, ભારત યુનાઇટેડ સ્ટેટ્સ સાથેના વેપાર પર ૫૭૫% ટેરિફનો સામનો કરી શકે છે. હાલમાં, ભારત ૫૦% ટેરિફને આધીન છે. જો ભારત રશિયા સાથે વેપાર કરવાનું ચાલુ રાખે છે, તો યુનાઇટેડ સ્ટેટ્સ ભારત પર ૫૦૦% ટેરિફ લાદી શકે છે.


