ઈરાન યુધ્ધને કારણે ભારતની રત્ન અને જવેરાતની રૂા.૧૮,પ૦૦ કરોડની નિકાસ ઠપ્પ

ઈરાન યુધ્ધને કારણે ભારતની રત્ન અને જવેરાતની રૂા.૧૮,પ૦૦ કરોડની નિકાસ ઠપ્પ

(એજન્સી)      નવી દિલ્હી તા.૧૭:
યુએસ-ઇઝરાયલ ઈરાન યુદ્ધની અસર શેરબજારો અને તેલ અને ગેસની અછતના સ્વરૂપમાં દેખાય છે. અન્ય ઘણા ક્ષેત્રો પણ ગંભીર રીતે પ્રભાવિત થઈ રહ્યા છે. ભારતની રત્નો અને ઝવેરાત નિકાસ પણ મંદીનો સામનો કરી રહી છે, અને નુકસાનની ચિતા વધી છે. જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) અનુસાર, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધથી ડોલર ૨ બિલિયન (આશરે રૂા.૧૮,૫૦૦ કરોડ) મૂલ્યના રત્નો અને ઝવેરાતની નિકાસ પર અસર થઈ શકે છે. GJEPCના મતે, માર્ચમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે પમિ એશિયામાં કટોકટી વધી ગઈ છે, જે રત્નો અને ઝવેરાતના વેપારના ૨૦% ભાગને અસર કરશે. કાઉન્સિલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સબ્યસાચી રે કહે છે કે યુદ્ધથી પ્રભાવિત ૨ બિલિયન ડોલરના વેપારમાંથી, અમે તમામ પ્રયાસો દ્વારા લગભગ ૮૦૦ મિલિયન ડોલરના માલને ડાયવર્ટ કરી શકીએ છીએ, પરંતુ અમે ૧.૨ બિલિયન ડોલરને ક્યાંય ડાયવર્ટ કરી શકતા નથી. ભારતે નાણાકીય વર્ષ ૨૦૨૫ માં ૨૯ બિલિયન ડોલરના રત્નો અને ઝવેરાતની નિકાસ કરી હતી.