ઉનામાં વિદેશી દારૂ સહીત કુલ રૂા. 2.24 લાખનાં મુદામાલ સાથે બે ઝડપાયા

મોટર સાયકલની ડેકીમાં છુપાવી લઈ આવતા બે યુવાનોને 27 બોટલ દારૂ અને બિયર ટીન 24 મળી કુલ રૂા. 2 લાખ 42 હજારનો મુદામાલ કબ્જે કરતી પોલીસ

ઉનામાં વિદેશી દારૂ સહીત કુલ રૂા. 2.24 લાખનાં મુદામાલ સાથે બે ઝડપાયા

(પ્રતિનિધિ દ્વારા)
ઉના તા.15
ઉનાના પોલીસ ઇન્સ્પેકટર જે. કે. મોરીની સૂચનાથી એ.એસ.આઇ. શાંતિભાઈ વેલાભાઈ, રવિસિંહ પ્રદીપસિંહ ગોહિલ, સુનિલ કેશવભાઈ બાંભણિયા, ભાવસિંહ ગોવિંદ સિંહ પરમાર પેટ્રોલિંગમાં હતા ત્યારે ઉનાના પારેખ ચોક પાસે દેલવાડથી આવતું એક મોટર સાયકલ નબર પ્લેટ વગરનું ઉભું રખાવી ચાલક મહેન્દ્રસિંહ દીપસિંહ ગોહિલ રે.નાદરખ તા.ઊનાની તપાસ કરી સ્કૂટરની ડેકીમાં છુપાવેલ પરપ્રાંતની ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-9 અને બિયર ટીન-24 મોબાઈલ ફોન અને મોટર સાયકલ મળી કુલ રૂપિયા 1,21000ના મુદામાલ સાથે પકડી પાડયો હતો. જ્યારે બીજા બનાવમાં દેલવાડા ચોકડી પાસે દીવ તરફથી આવતું મોટર સાયકલ નંબર GJ-32-AL-5666 ઉપર આવી રહેલને રોકાવી ચાલક મહમદ સેજાન ઉર્ફે નફકા આરીફભાઈ સોરઠિયા રે. ઊનાની તપાસ કરતા મોટર સાયકલની ડેકીમાં છુપાવેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-18 રૂપિયા 21000 અને મોટર સાયકલ અને મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 1,21,000 મુદામાલ સાથે પકડી પાડ્યો હતો. બીજો આરોપી મહમદ સાજીદ ઉર્ફે ભૂરો ઇકબાલભાઈ ચોરવાડ રે. ઉના નાસી ગયો હોય તેની સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.