ઈરાન વિફર્યું : વિશ્વવ્યાપી ડીઝીટલ બ્લેકઆઉટનો ખતરો

એમેઝોન બાદ ઓરેકલના ડેટા સેન્ટર પર હુમલો

ઈરાન વિફર્યું : વિશ્વવ્યાપી ડીઝીટલ બ્લેકઆઉટનો ખતરો

(એજન્સી)            તહેરાન, તા.૩
મધ્ય પૂર્વમાં એક મહિના કરતાં વધુ સમયથી ચાલતું યુધ્ધ વધુ ખતરનાક અને વિનાશક બનવા લાગ્યું હોય તેમ અમેરિકાએ ઇરાનના સૌથી મોટા બ્રિજને નિશાન બનાવતા ઇરાન વિફર્યું છે.
અમેરિકી ટેક કંપનીઓ પર હુમલાની ધમકી આપ્યા બાદ હવે ઇરાને હુમલા શરૂ કરી દીધા છે. એમેઝોન બાદ ઓરેકલના ડેટા સેન્ટરને નિશાન બનાવ્યું છે. હવે અંડર સી (દરિયાના પેટાળમાં) કેબલ્સ સામે પણ જોખમ સર્જાયું છે અને તે સંજોગોમાં ડીજીટલ દુનિયામાં બ્લેક આઉટનો ખતરો ગંભીર બન્યો છે.
વર્તમાન સમયમાં મધ્ય પૂર્વમાં ફાટી નીકળેલા યુદ્ધની જ્વાળાઓ હવે માત્ર જમીની સીમાઓ સુધી મર્યાદિત નથી રહી, પરંતુ તેની સીધી અસર વૈશ્વિક ડિજિટલ સામ્રાજ્ય પર પડતી દેખાઈ રહી છે.
ઈરાન દ્વારા કરવામાં આવેલા તાજેતરના હુમલાઓએ ગૂગલ, એપલ અને મેટા જેવી વિશ્વની સૌથી મોટી ટેક કંપનીઓના ડેટા સેન્ટર્સ અને અન્ડરસી કેબલ્સ  સામે ગંભીર જોખમ ઊભું કર્યું છે.
આ ભૌગોલિક-રાજકીય તણાવ  માત્ર એક સૈન્ય સંઘર્ષ નથી, પરંતુ તે વૈશ્વિક ઈન્ટરનેટ કનેક્ટિવિટી અને ડેટા સિક્યોરિટી પરનો મોટો પ્રહાર સાબિત થઈ શકે છે, જેના કારણે આખી દુનિયામાં ડિજિટલ બ્લેકઆઉટની દહેશત ફેલાઈ ગઈ છે.