ઉનામાં જાહેરમાં જુગાર રમતા દસ જુગારી ઝડપાયા

ઉનામાં જાહેરમાં જુગાર રમતા દસ જુગારી ઝડપાયા

(પ્રતિનિધિ દ્વારા)
ઉના તા.૩૧
ઉનાના પોલીસે ઉના શહેરમાં શાહ એચ.ડી. હાઈસ્કુલ પાછળ આવેલ ખંઢેર બંધ હોમગાર્ડ ઓફિસ સામે ખુલ્લા મેદાનમાં અમુક લોકો રૂપિયાની હારજીતનો જુગાર રમતા હોય રેડ પાડતા સ્થળ ઉપર જુગાર રમતા સચીન દિલીપભાઈ ડાભી, કમલેશ નાનજીભાઈ ડાભી, નીતિન દિલીપભાઈ ડાભી, મુકેશ ચનાભાઈ ડાભી, લાલજી ચનાભાઈ ડાભી, ગિરીશ કાનજીભાઈ વાજા, રાજ કનુભાઈ બારડ, નરેશ મનુભાઈ બાંભણિયા, પ્રતીક રમેશભાઈ બાંભણિયા રે. નવે ઊના અને દસમો હિતેશ છગનભાઈ બારૈયા રે. મહુવા કુલ દસ જુગારીઓને રોકડા રૂપિયા ૪૦૧૨૦ અને પાંચ મોબાઈલ ફોન કિંમત ૨૫૦૦૦ મળી કુલ રૂા. ૬૫૧૨૦ના મુદામાલ સાથે પકડી તમામને ઊના પોલીસ સ્ટેશન લાવી જુગાર ધારાનો ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.