ઉપલા દાતારની ધાર્મિક જગ્યા ખાતે શિવ મહાપુરાણ કથાનો મંગલ પ્રારંભ

ઉપલા દાતારની ધાર્મિક જગ્યા ખાતે શિવ મહાપુરાણ કથાનો મંગલ પ્રારંભ

જૂનાગઢ, તા.ર૧
જુનાગઢ ગીરનાર પર્વતની સમીપ ઉપલા દાતારની પાવનકારી જગ્યા ખાતે જગ્યાના મહંત પૂજ્ય ભીમબાપુની નિશ્રામાં ધાર્મિક મેળાનું સુંદર મજાનું આયોજન કરાયું છે.
દાતારની જગ્યાની ઉજળી પરંપરા રહી છે કે અહીં નથી કોઈ મંદિર કે નથી મસ્જિદ છતાં અહીં તમામ સંપ્રદાય હિંદુ-મુસ્લિમ શીખાઈ અને અઢાર વરણના લોકો દાતારબાપુને વર્ષોથી માને છે અને દાતારબાપુના દર્શનાર્થે આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરવા દાતાર ઉપર પેઢી દર પેઢીથી દાતાર ની જગ્યા ખાતે દર્શન કરવા આવે છે દાતારની જગ્યાના મહંતોની પણ એક ઉજળી પરંપરા રહી છે દાતારના મહંતો બ્રહ્મલીન પૂજ્ય પટેલ બાપુ પૂજ્ય વિઠ્ઠલબાપુથી લઇને અત્યારના હાલના મહંત ભીમબાપુ કોઈ દિવસ જગ્યા છોડી નીચે નથી ઉતર્યા જે બાબતે સૌ કોઈ પરિચિત છે. ગમે તેવી આપત્તિ સામે પણ જગ્યાના મહંતો કોઈ દિવસ જગ્યા છોડી નીચે નથી આવ્યા દાતારની જગ્યા ખાતે ફરી એક વખત દિવંગત મહંતોના અને દાતારના દીવંગત સેવકો ભક્તોના આત્મ કલ્યાણ અર્થે પવિત્ર ચૈત્રી નવરાત્રીની બીજના પાવન દિવસથી શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ કથાનું અનેરૂ આયોજન કરાયું છે જેમાં બીલખા નિવાસી યુવા કથાકાર વક્તા શ્રી શાસ્ત્રી શ્રી દેવેન્દ્રચાર્યજી મહેતા પોતાના કલા વૃંદ સાથે કથાનું રસપાન કરાવી રહ્યા છે.

સાત દિવસીય આ ધર્મોત્સવમાં કથા દરમ્યાન ભાવિકો માટે રહેવા જમવાની સુંદર મજાની વ્યવસ્થા જગ્યાના મહંત શ્રી પૂજ્ય ભીમબાપુ દ્વારા ઉભી કરાય છે જગ્યા ખાતે આપણી ભારતીય પરંપરાના બધા તહેવારો ઉજવવામાં આવે છે. દાતારબાપુની આટલી ઊંચાઈ ઉપર આવેલી આ જગ્યાનો પ્રભાવ જ કંઈક અલગ છે જે લોકો દાતારના દર્શન આવે તે તમામ ભાવિકોની મનોકામના પૂર્ણ થાય છે. જગ્યા ખાતે વિશાળ ગૌશાળા પણ કાર્યરત છે એમાં ગાયો ભેંસો નો પૂરી કાળજી સાથે ઉછેર કરાય છે અને ગૌશાળાના દૂધમાંથી ચા પાણી દહીં છાશ અને શુદ્ધ ઘીમાંથી દાતારબાપુનો પ્રસાદ તૈયાર થાય છે. જગ્યાની તળેટીમાં પણ એક સુંદર મજાનો આશ્રમ આવેલો છે. ક્યાં ભાવિકોને રહેવા જમવાની અને પોતાના વાહનો પાર્ક કરવાની પણ સુંદર મજાની વ્યવસ્થા છે. દાતારની સીડીના ૩,૦૦૦ પગથિયાં ચડી આવતા ભાવિકો શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ પોથીયાત્રાથી શરૂ થઈપોથીયાત્રા પવિત્ર ગૌશાળાથી નીકળી કથા મંડપ સુધી પહોંચી હતી અને કથા દરમ્યાન આવતા પાવન પ્રસંગોમાં  શનિવારે નિષ્કલ સ્વરૂપ પ્રાગટ્ય રવિવારે ઉમા પ્રાગટ્ય અને શિવ વિવાહનો પ્રસંગ સોમવારે ગણેશજી અને કાર્તિકે ભગવાનનો જન્મોત્સવ મંગળવારે શિવ અવતારનું વર્ણન બુધવારે દાદસ્ય જ્યોતિર્લિંગોની ઉત્પત્તિ અને રહસ્યો અંગેનું વર્ણન અને ગુરુવારે શિવ તત્ત્વનું મહત્વ અને કથાની પૂર્ણાહુતિ કથાનો સમય બપોરના બેથી પાંચ કલાકનો રખાયો છે જેથી દાતારના દર્શનને પધારતા ભાવિકોને દર્શન પૂજનમાં અડચણના રહે તેમ પૂજ્ય ભીમબાપુને સેવક સમુદાય દ્વારા સુંદર મજાનું આયોજન કરાયું છે અને જગ્યાના મહંત શ્રી ભીમબાપુ દ્વારા સર્વે ભાવિક ભક્તોને કથા શ્રવણ કરવાનું ભાવભીનું જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલું છે.