કોકરોચ જનતા પાર્ટીના નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાની ધરપકડના વિરોધમાં

આજે દિલ્હીમાં સીજેપીની ત્રિરંગા યાત્રા : હાઈએલર્ટ

કોકરોચ જનતા પાર્ટીના નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાની ધરપકડના વિરોધમાં

(એજન્સી)   નવી દિલ્હી, તા.૧૬
સીજેપી દ્વારા ફરી એકવાર દિલ્હીમાં રસ્તા પર ઉતરવાનું એલાન કર્યું છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે અભિજીત દીપકેએ સૌરવ દાસ અને આશુતોષ રાંકાની ધરપકડના વિરોધમાં આજે સાંજે પાંચ વાગે તિરંગા કૂચનું એલાન કરવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે, આ પ્રદર્શનને આમ આદમી પાર્ટી અને ડાબેરી વિદ્યાર્થી સંગઠનો AISA અને SFI તરફથી પણ સમર્થન મળી રહ્યું છે. આ સ્થિતિને જાતે દિલ્હીમાં કનોટ પ્લેસ આસપાસની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને કલમ ૧૬૩ પણ લાગુ કરી દેવામાં આવી છે.  દિલ્હીમાં આજે ભારે રાજકીય ગરમાવો અને તણાવપૂર્ણ માહોલ જાેવા મળી રહ્યો છે. કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા કનોટ પ્લેસના ઐતિહાસિક સેન્ટ્રલ પાર્કમાં સાંજે ૫ વાગ્યે કાઢવામાં આવનારી વિશાળ ‘તિરંગા યાત્રા‘ને પગલે દિલ્હી પોલીસે સમગ્ર લુટિયન્સ ઝોનને એક અભેદ્ય કિલ્લામાં ફેરવી દીધું છે. CJPના પ્રમુખ નેતાઓની ધરપકડના વિરોધમાં આહવાન કરાયેલી આ યાત્રામાં આમ આદમી પાર્ટી અને અન્ય સંગઠનોનું સમર્થન મળતા વહીવટી તંત્રના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. તહેવારોની મોસમમાં કોઈપણ અપ્રિય ઘટનાને ટાળવા માટે ગળહ મંત્રાલયની સૂચનાથી અર્ધલશ્કરી દળો અને દિલ્હી પોલીસના આશરે ૨૭,૦૦૦ કર્મચારીઓ રસ્તા પર તૈનાત કરી દેવામાં આવ્યા છે.
તહેવારોની મોસમમાં જ આ પ્રકારના મોટા વિરોધ પ્રદર્શનોને કારણે કનોટ પ્લેસના વેપાર મંડળોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે. બજાર સંગઠનોએ પોલીસને આવેદનપત્ર આપીને દુકાનો અને ગ્રાહકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગ કરી છે. આ મામલે દિલ્હી હાઈકોર્ટમાં થયેલી અરજી દરમિયાન પોલીસે કોર્ટને ખાતરી આપી છે કે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તથા વેપારીઓની સુરક્ષા માટે તમામ શકય પગલાં લેવામાં આવશે.