કટોકટીના સમયે મિત્ર રશિયાએ મદદની ઓફર કરી ભારતને ૯.પ અબજ બેરલ ખનીજતેલ પહોંચાડવા તૈયાર

કટોકટીના સમયે મિત્ર રશિયાએ મદદની ઓફર કરી  ભારતને ૯.પ અબજ બેરલ ખનીજતેલ પહોંચાડવા તૈયાર

(એજન્સી)       નવી દિલ્હી તા.૦૫ :
ભારતમાં આગામી દિવસોમાં સર્જાઈ શકેલી ક્રુડતેલ-કટોકટીની ચિંતામાં ફરી એક વખત રશિયા મદદે આવે તેવા સંકેત છે. અમેરિકી દબાણ હેઠળ ભારતે રશિયા પાસેથી ક્રુડતેલ ખરીદી ઘટાડી દીધી હતી પણ હોર્મુસની ખાડી અને જળમાર્ગ બંધ થવાથી ભારતનો ક્રુડતેલ-ગેસ પુરવઠો ખોરવાઈ શકે છે. આ સ્થિતિમાં રશિયાએ ભારતને અપાતા ક્રુડતેલના પુરવઠો વધારવા ખાત્રી આપી છે. રશિયાએ જાહેર કર્યુ છે કે, તે ભારતને ૯.૫ મીલીયન બેરલ ક્રુડતેલ પુરુ પાડવા તૈયાર છે. આ ક્રુડતેલ સાથેના ઓઈલ ટેન્ડર ભારતીય સમુદ્રી ક્ષેત્રની નજીક છે અને તે અઠવાડિયામાં ભારત પહોંચી શકે છે. માનવામાં આવે છે કે, આ કાર્ગો ચીન જઈ રહ્યા છે પણ તે ભારત તરફ ડાયવર્ટ કરવા અમો તૈયાર છીએ. ભારતની રિફાઈનરીઓ રોજના ૫.૬ મિલિયન બેરલ ક્રુડતેલ સપ્લાય પ્રોસેસ કરે છે. આમ કટોકટી સમયે રશિયા મદદ કરવા તૈયાર છે.