ક્રુડ ઓઈલના ભાવમાં ૧૩ ટકાનો કડાકો : બેરલનાં ૯પ ડોલર
વોશીંગ્ટન તા. ૮
યુધ્ધ વિરામને પગલે ક્રૂડ ૧૩% ઘટીને ૯૫ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. આજે ક્રૂડ ઓઇલ ૧૩% નીચે છે. તે ૯૫ ડોલર પ્રતિ બેરલ પર આવી ગયું છે. ૨૮ ફેબ્રુઆરીએ ઇરાન યુદ્ધ શરૂ થતા પહેલા ક્રૂડ ઓઇલના ભાવ ૭૦ ડોલર પ્રતિ બેરલની આસપાસ હતા. પછી ફરીથી વધીને ૧૨૦ ડોલર પ્રતિ બેરલની નજીક પહોંચી ગયા હતા.


