વિશ્વભરમાં પ્રેસ ફ્રિડમની અત્યંત ગંભીર સ્થિતિ : ૧૮૦ દેશોમાં ભારતનો ૧પ૭મો ક્રમ
(એજન્સી) પેરિસ,તા.૨:
ફ્રાન્સમાં હેડક્વાર્ટર ધરાવતા મીડિયા સંગઠન રિપોર્ટર્સ વિથાઉટ બોર્ડર્સના ર્વાષિક અહેવાલમાં કહેવાયું કે દુનિયામાં પત્રકારત્વ સામે પડકારો અગાઉ ક્યારેય ન હતા એટલા અત્યારે વધી ગયા છે. વિશ્વભરમાં પ્રેસ ફ્રીડમની પરિસ્થિતિ ગંભીર છે. મીડિયા સ્વતંત્રતા ૨૫ વર્ષમાં સૌથી ખરાબ સ્થિતિએ પહોંચી ગઈ છે. દુનિયાભરની સરકારો મીડિયાને એક નહીં તો બીજી રીતે ટાર્ગેટ કરે છે અને તેનું પ્રમાણ ચિતાજનક સ્તરે છે.
વલ્ર્ડ પ્રેસ ફ્રીડમ ડે પહેલાં રજૂ થયેલા આરએસએફના ગ્લોબલ રેન્કિંગમાં ૧૮૦ દેશોમાં ભારત ૧૫૭મા ક્રમે રહ્યું હતું. એક જ વર્ષમાં ભારત પ્રેસ ફ્રીડમ ઈન્ડેક્ષમાં ૬ ક્રમ ગગડ્યું હતું. ગત વર્ષે ભારતનો ક્રમ ૧૫૧મો હતો. ૨૦૨૪માં પણ ભારતનો ક્રમ ૧૫૯મો હતો. આરએસએફના છેલ્લાં ત્રણ વર્ષના રેન્કિંગમાં ભારત ૧૫૦ની બહાર રહે છે. ભારત આ યાદીમાં પાકિસ્તાન (૧૫૩), પેલેસ્ટાઈન (૧૫૬), ભૂતાન (૧૫૦)ની આસપાસ રહ્યું હતું. ભારત પછીના ક્રમે અફઘાનિસ્તાન, ઈરાન, ચીન, ઉત્તર કોરિયા રહ્યા હતા. અમેરિકા પણ સાત સ્થાન ગગડીને ૬૪મા ક્રમે રહ્યું હતું. ૨૦૨૨થી અમેરિકા ૧૪ સ્થાન ગગડી ગયું છે. ટ્રમ્પની બીજી ટર્મ પછી પ્રથમ સ્થાને નોર્વે રહ્યું હતું. નેધર્લેન્ડ! ઈસ્ટોનિયા, ડેનમાર્ક, સ્વીડન ટોપ-પમાં અમેરિકામાં પત્રકારો સામે વધારે પડકારો સર્જાયા છે.
અહેવાલમાં નોંધવામાં આવ્યું હતું કે આખી દુનિયામાં પ્રેસ ફ્રીડમની સ્થિતિ કથળતી જાય છે. વિશ્વના અડધો અડધ દેશોમાં મીડિયા સામે સરકારોની સહિષ્ણુતા ઘટી ગઈ છે. અડધા દેશોમાં મીડિયાની સ્વતંત્રતા મુશ્કેલ સ્થિતિમાં છે.


