અમેરીકા-ઈરાન વચ્ચે સતત વધી રહેલી તંગદીલી : યુધ્ધની તૈયારી

અમેરીકા-ઈરાન વચ્ચે સતત વધી રહેલી તંગદીલી : યુધ્ધની તૈયારી

(એજન્સી)      વોશીંગ્ટન તા.૧૮: 
અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ અટકાવવા માટે દરેક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ સત્ય એ છે કે જીનીવામાં વાટાઘાટો દરમિયાન પણ તણાવ ઓછો થવાના કોઈ સંકેત દેખાતા નથી. બંને દેશો ચાલુ વાટાઘાટો યોગ્ય દિશામાં છે કે નહીં તે અંગે સહમત થતા નથી. ઈરાને મંગળવારે કહ્યું હતું કે તે સંઘર્ષ ટાળવા માટે અમેરિકા સાથે વાટાદ્યાટોના કરાર માટે ‘‘માર્ગદર્શક સિદ્ધાંતો‘‘ પર સંમત થયો છે. જોકે, યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સે જણાવ્યું હતું કે ઈરાન સરકારે હજુ સુધી અમેરિકાની બધી જ લાલ રેખાઓ સ્વીકારી નથી.
આ વાટાદ્યાટોના ટેબલ પર તણાવ છે. દરમિયાન, બંને દેશો એકબીજાને લશ્કરી બળથી ધમકી આપી રહ્યા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પની સેનાએ મધ્ય પૂર્વમાં  F-22s, F-35s  અને F-16s સહિત ૫૦ થી વધુ ફાઇટર જેટ તૈનાત કર્યા છે, ત્યારે ઈરાની સુપ્રીમ લીડરએ મધ્ય પૂર્વમાં તૈનાત કોઈપણ યુએસ યુદ્ધ જહાજને પોતાની મરજી મુજબ ડૂબાડી દેવાની ધમકી આપી છે.