નાણાંકીય વર્ષ ર૦ર૬-ર૭ માટે  GYAN આધારીત રૂા. ૪.૦૮ લાખ કરોડનું ગુજરાતનું બજેટ

ખેડૂતો માટે રૂા. ૧૧ હજાર કરોડનું  કૃષિ રાહત પેકેજ : કલોલ, સાણંદ, સાવલી, બારડોલી, હીરાસરને સેટેલાઈટ ટાઉન બનાવાશે : અંબાજી અને સોમનાથમાં આઈકોનિક બસસ્ટેશન : જૂનાગઢ, બહુચરાજી, નમર્દાની પરીક્રમા કરવા માટે વિશેષ રૂા. પપ કરોડની ફાળવણી કરાઈ : સોમનાથ - દ્વારકા એકસપ્રેસ-વે બનશે

નાણાંકીય વર્ષ ર૦ર૬-ર૭ માટે  GYAN આધારીત રૂા. ૪.૦૮ લાખ કરોડનું ગુજરાતનું બજેટ

ગાંધીનગર તા. ૧૮
ગુજરાતનાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે નાણાકીય વર્ષ ર૦ર૬-ર૭ માટેનું ગુજરાતનું બજેટ રજુ કર્યુ છે. નાણામંત્રીએ બજેટ રજુ કરતા કહયું કે, દેશની જીડીપીમાં ગુજરાતનો ફાળો ૮.ર ટકા રહયો છે. વિકસીત ભારત ર૦૪૭નાં સ્વપ્નને સાકાર કરવામાં આવશે. ગુજરાતની માથાદીઠ આવક રાષ્ટ્રીય સરેરાશ કરતા ૬૦ ટકા વધારે હોવાનું તેમણે જણાવ્યું હતું. બજેટ વાંચન કરતા નાણામંત્રીએ કહયું કે, રાજયમાં નવી બે હજાર આંગણવાડી બનાવવામાં આવશે. રાજયમાં ૩.૧પ લાખ નવા આવાસ બનાવવામાં આવશે. સેમીકન્ડેકટરને વધુ ભાર આપવામાં આવશે. રીન્યુએબલ એનર્જીનો પણ મહત્તમ ઉપયોગ કરવામાં આવશે.

નવા ૧ર૧ શ્રમિક અન્નપુર્ણા કેન્દ્રો કાર્યરત કરવામાં આવશે. વિદ્યાર્થીઓને મળતી માસીક સહાય વધારી રૂા. રપ૦૦ કરાશે. આદીવાસી બાળકો માટેની નિભાવ ગ્રાન્ટમાં વધારો કરવામાં આવશે. બાંધકામ શ્રમિકો માટે નવા પ૦ આરોગ્ય રથ શરૂ કરવામાં આવશે. રાજયનાં ૯૭ લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ આપવા માટે રૂા. પ૯૦૦ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે. રૂા. ૬ લાખથી વધુ આવક હોય તો પણ કુમાર શિષ્યવૃતિ મળશે. દરેક જીલ્લામાં લાયબ્રેરીની સ્થાપના કરવામાં આવશે. એપ્રેન્ટીસ યોજના હેઠળ તાલીમાર્થીઓને રૂા. ૩૦૦૦ની સહાય આપવામાં આવશે. રાજકોટ- જામનગર ખાતે આઈ- હબ સેન્ટર શરૂ કરવામાં આવશે. દરેક જિલ્લામાં નમો સેન્ટ્રલ લાયબ્રેરીની સ્થાપનાં કરાશે. ૭પ લાખ કુટુંબોને વિનામૂલ્યે અનાજ અપાશે, ગુજરાતમાં ર૯ લાખથી વધુ એમએસએમઈ રજીસ્ટ્રેશન ધરાવે છે. રપ જીઆઈડીસીને આધુનિક ટેકનોલોજી સજજ બનાવાશે. આગામી ત્રણ વર્ષમાં ૧.૩પ લાખથી વધુ લાભાર્થીને લોન અપાશે. રાજયમાં ૧ર૦ નવી જીઆઈડીસીનું નવિનીકરણ કરાશે, પછાતવર્ગને શિક્ષણ સહાયમાં ૮૬૯ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે જયારે જી-રામજીમાં કામનાં દિવસો વધારવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. દાહોદનાં જાલોદ અને ગરબાડામાં બે નવી જીઆઈડીસીની સ્થાપના કરાશે. સુરત, ભાવનગર, જામનગરમાં આઈવીએફ કેન્દ્ર ખોલવામાં આવશેે, ગાંધીનગર ખાતે રૂા. ૧૦૦ કરોડનાં ખર્ચે અતિ આધુનિક સેન્ટ્રલ લાયબ્રેરીની સ્થાપના કરવામાં આવશે. નાના સીમાંત ખેડૂતોને યાંત્રિક ઓજારોની ખરીદી માટે રૂા. ૧પ૬પ કરોડની જાેગવાઈ,  ખેતી માટે ૬ સેન્ટર ઓફ એકસેલન્સ ઉભા કરવા ૧ર કરોડની જાેગવાઈ, ટેક્ષટાઈલ ક્ષેત્ર માટે રૂા. ર૭૦૦ કરોડની ફાળવણી કરાશે તેમજ ગુજરાતમાં એક્ષપોર્ટ પ્રમોશન કાઉન્સીલની સ્થાપના કરાશે. ખેડૂતો માટે રૂા. ૧૧૦૦૦ કરોડનું કૃષિ રાહત પેકેજ,  એક જીલ્લો એક પ્રોડકટ માટે  સ્વદેશી હાટ શરૂ કરાશે, નાણામંત્રીએ કહયું કે, રાજય સરકારે ૯.પ૦ લાખ ખેડૂતો પાસેથી રૂા. ૧૮ હજાર કરોડથી વધુની મગફળીની ખરીદી કરી છે તેમણે કહયું કે, રાજયમાં રૂા. ૧૧ર કરોડનાં ખર્ચે ચાર ઝોનમાં બાયો સીએનજી પ્લાન્ટની સ્થાપના કરાશે, લખપતી દીદી માટે રૂા. ૪૭ કરોડની જાેગવાઈ, સખીમંડળ સ્વસહાય જૂથો માટે રૂા. ૪પ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે, પીએમ શિષ્યવૃતિ યોજના માટે રૂા. ૬૩૦ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે, રાજયનાં ૬ ક્ષેત્રો માટે ઈકોનોમીક માસ્ટર પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. મહિલા આઈટીઆઈ માટે નમો કૌશલ્યલક્ષી યોજના શરૂ કરવામાં આવશે, ખેડૂતો માટે રૂા. ૧પ૩૯ કરોડની વ્યાજ સહાય તેમજ સુઝલામ સુફલામ યોજના માટે રૂા.૩૦૪૩ કરોડની જાેગવાઈ, ગૌમાતા પોષણ યોજના માટે રૂા.પ૦૦ કરોડની જાેગવાઈ, કિસાન ક્રેડીટ કાર્ડ માટે ૧પ૩૯ કરોડની જાેગવાઈ, આંગણવાડી માટે ૯૭ર કરોડની જાેગવાઈ, મત્સ્ય નીકાસ વધારવા માટે  રૂા. ૧૩૪૦ કરોડની જાેગવાઈ, વિકસીત ગુજરાત ફંડ માટે રૂા. ૧૦ હજાર કરોડની જાેગવાઈ, સોમનાથ - દ્વારકા એકસપ્રેસ બનાવાશે, ધોલેરા માટે વીકસીત ગુજરાત ફંડ હેઠળ ૬૧૦ કરોડની જાેગવાઈ, નમો શકિત એકસપ્રેસ -વે માટે રૂા. ૩૦૦૦ કરોડની જાેગવાઈ, અંબાજી કોપર પ્રોજેકટ ગુજરાતની પ્રથમ કોપર લેડ ઝીંક ખાણ બનશે, વિધવા બહેનો માટે ર૮૪૮ કરોડની ફાળવણી, રાજયનું શહેરી વિકાસનું બજેટ ૧૭ ટકા વધારીને રૂા. ૧૬૧૧૬ કરોડ કરાયું, રાજયમાં પાંચ નવા સેટેલાઈટ ટાઉન વિકસાવાશે જેમાં કલોલ, સાણંદ, સાવલી, બારડોલી અને હીરાસર રાજયનાં સેટેલાઈટ ટાઉન બનશે. ભુકંપ, પુર અને આપત્તિની અસર ઘટાડવા રૂા. ૧૮પપ કરોડની જાેગવાઈ, સ્માર્ટ પાર્કીંગ માટે રૂા. ૧૦૦ કરોડની જાેગવાઈ, અમદાવાદ શહેરને ઓલમ્પિક રેડી સીટી બનાવવામાં આવશે તેના માટે રૂા. ૧ર૭૮ કરોડની જાેગવાઈ, સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે માળખાકીય સુવિધા વધારવા રૂા. ર૩૬ કરોડની જાેગવાઈ કરવાની સાથે વર્ષ ર૦ર૬ને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે ઉજવવાની નાણામંત્રીએ જાહેરાત કરી હતી. ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરીડોર માટે રૂા. ર૩૬ કરોડની જાેગવાઈ, ધોળાવીરા અને લોથલના વિકાસ માટે રૂા. ૯પ કરોડ, અંબાજી કોરીડોર માસ્ટર પ્લાન માટે રૂા.૩૦૦ કરોડની જાેગવાઈ, રૂા. ૧૦૦ કરોડનાં ખર્ચે નવું ડીઝીટલ પ્લેટફોર્મ બનાવાશે. જૂનાગઢ, બહુચરાજી નર્મદાની પરીક્રમા માટે રૂા. પપ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે. વાયર ફ્રી સીટી મીશન અંતર્ગત રૂા. પ૦૦ કરોડની જાેગવાઈ, પ્રદુષણની સમસ્યા દુર કરવા રૂા. ૩૦૦ કરોડની જાેગવાઈ, સોમનાથ અને અંબાજીમાં આઈકોનીક બસસ્ટેશન બનાવાશે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે રૂા. પ૬૦૦ કરોડની જાેગવાઈ, એસટી બસ માટે ૧ર૮૬ કરોડની જાેગવાઈ, અરવલ્લી પર્વતમાળા આસપાસ ગ્રીન બેલ્ટ વિકસાવવા રૂા. ૩ર કરોડ, શિક્ષણ વીભાગ માટે રૂા. ૬૩૧૬૪ કરોડની જાેગવાઈ, પાણી પુરવઠો જીવનધારા યોજના હેઠળ રૂા. ૧૦૦ કરોડની જાેગવાઈ, સામાજીક ન્યાય અને અધિકારીતા માટે રૂા. ૭૦૮૬ કરોડની જાેગવાઈ કરવાની સાથે નાણામંત્રીએ કહયું કે, સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી સમગ્ર વર્ષ દરમ્યાન કરવામાં આવશે. વિદેશ અભ્યાસ લોન યોજના અંતર્ગત દેશમાં ઉચ્ચ અભ્યાસ અર્થે ૪ ટકાનાં દરે વ્યકિતદીઠ રૂા. ૧પ લાખ સુધીની લોન આપવા રૂા. ૧૩પ કરોડની જાેગવાઈ, ધો. ૯-૧૦માં અભ્યાસ કરતા અનુસુચિત જાતિનાં ૧.૭૦ લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ આપવા રૂા. ર૪ કરોડની જાેગવાઈ, અનુસુચિત જાતિ, વિકસીત જાતિનાં વિદ્યાર્થીઓ માટે નિવાસી શાળાઓ પૈકી પાંચ શાળાઓમાં વિજ્ઞાનપ્રવાહનાં વર્ગો ચાલુ કરવા અતિ આધુનિક લેબોરેટરી સ્થાપવામાં આવશે.
મહિલા અને બાળ વિકાસ યોજના માટે રૂા. ૭૬૯૦ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે. આંગણવાડી કાર્યકર બહેનો માટે ૧૧ર૮ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે.