બુદ્ધપૂણિર્માએ દ્વારકાધીશ જગતમંદિરમાં ભાવિકો ઉમટી પડયા

પવિત્ર ગોમતી સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધતા ભાવિકો

બુદ્ધપૂણિર્માએ દ્વારકાધીશ જગતમંદિરમાં ભાવિકો ઉમટી પડયા

(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.ર
શાળાઓમાં ઉનાળુ વેકેશન શરૂ થયું છે ત્યારે વૈશાખી પૂનમ(બુદ્ધ પૂણિર્મા)ના પાવન દિવસે યાત્રાધામ દ્વારકામાં ભાવિકોનું ઘોડાપુર ઉમટયું હતું. વહેલી સવારથી જ દ્વારકાના ગોમતી ઘાટ તથા જગતમંદિર તરફ યાત્રાળુઓનો પ્રવાહ જોવા મળ્યો હતો. યાત્રાળુઓના અપેક્ષિત ઘસારાને લીધે સવારે મંગળા આરતી ૬:૦૦ વાગ્યે યોજાઈ હતી.
હજારો ભાવિકોએ દ્વારકાની પાવનકારી ગોમતી નદીના સ્નાનનું અનેરૂ મહત્ત્વ હોય પૂનમની તીથિમાં પવિત્ર ગોમતી સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધી છપ્પન સીડી સ્વર્ગ દ્વારેથી જગતમંદિરમાં કાળિયા ઠાકોરજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
પૂણિર્માના ટ્રાફીક સાથે દ્વારકા યાત્રાધામમાં ભાવિકોનો ધસારો પૂર્વવત થયો
શાળા કોલેજોમાં ર્વાષિક પરીક્ષાઓને લીધે છેલ્લાં પખવાડિયામાં દ્વારકા આવતાં યાત્રીકોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. શાળા કોલેજોમાં પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ ઉનાળુ વેકેશન શરૂ થવામાં છે ત્યારે આજરોજ વૈશાખી પૂનમ બુદ્ધ પૂણિર્માની મોટી તીથિ હોય ગતરાત્રિથી જ બહોળી સંખ્યામાં ભાવિકો યાત્રાધામ પહોંચી ગયા હતા અને વહેલી સવારે પણ સેંકડો ભાવિકો યાત્રાધામ પહોંચી પવિત્ર ગોમતી સ્નાન તેમજ જગતમંદિરમાં ઠાકોરજીના દર્શનાર્થે પહોંચ્યા હતા. જેના કારણે યાત્રાધામમાં પુન: યાત્રીકોનો ઘસારો જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં દોઢ માસ જેટલા સમય માટે ઉનાળુ વેકેશન શરૂ થવામાં છે ત્યારે વેકેશનનો ટ્રાફીક પૂવર્વત થઈ જશે તેવો આશાવાદ સ્થાનીય વેપારીઓ તથા હોટલ રેસ્ટોરન્ટના ધંધાર્થીઓએ વ્યકત કર્યો છે.