ગુજરાતને 28 નવી અદ્યતન મોબાઈલ ફોરેન્સિક વાન, ફાળવવામાં આવી

ગુજરાતને 28 નવી અદ્યતન મોબાઈલ ફોરેન્સિક વાન, ફાળવવામાં આવી
Ahmedabad Mirror

ગાંધીનગર 11
ગુજરાત સરકાર દ્વારા વિવિધ જિલ્લામાં 28 નવી અદ્યતન મોબાઈલ ફોરેન્સિક વાન ફાળવવામાં આવેલ છે. ત્યારે આજે ગાંધીનગરથી ગૃહ રાજ્યમંત્રીદ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. આ વાન મળવાથી ગુના બનાવ કે અકસ્માત સ્થળના પરીક્ષણમાં વૈજ્ઞાનિક ઢબે પ્રાથમિક તપાસ તેમજ પુરાવા એકત્ર કરવામાં સાયન્ટિફિક ઓફિસર સાથેની મોબાઈલ ફોરેન્સિક વાનની મહત્ત્વની બની રહે છે. રાજ્યમાં આવી વધુ મોબાઈલ ફોરેન્સિક વાન કાર્યરત થવાથી ફોરેન્સિક ક્ષમતામાં વધારો થયો છે. હાલમાં, ફોરેન્સિક તપાસ માટે 47 વાન હોય ત્યારે આ નવી 28 ફોરેન્સિક વાન ઉમેરાતા સંખ્યા વધીને હવે 75 થયેલ છે. પરિણામે ફોરેન્સિક તપાસ ઝડપથી અને અસરકારક રીતે થઇ શકશે.