જૂનાગઢની જનરલ પોસ્ટ ઓફિસને બોમ્બથી ફુંકી મારવાની ધમકી : છેલ્લા ૧૧ દિવસમાં બીજી ધમકી

જૂનાગઢની જનરલ પોસ્ટ ઓફિસને બોમ્બથી ફુંકી મારવાની ધમકી : છેલ્લા ૧૧ દિવસમાં બીજી ધમકી

જૂનાગઢ તા.૧૦
જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી જનરલ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જે અંગેનાં ઈ-મેલમાં જીપીઓમાં બોમ્બ મુકાયો હોવાનું જણાવવામાં આવતા તત્કાલ પોસ્ટ ઓફિસ ખાલી કરવામાં આવી હતી. બોમ્બની ધમકીને પગલે જૂનાગઢ શહેર પોલીસ તંત્ર, એસઓજી સહિતનો સ્ટાફ તેમજ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પોસ્ટ ઓફિસના ખૂણે-ખૂણાની તપાસ કરવામાં આવી હતી. તેમજ પોસ્ટ ઓફિસને ખાલી કરી દેવામાં આવી છે. છેલ્લા ૧૧ દિવસમાં આ બીજી ધમકી મળી છે. ડોગ સ્કવોડ દ્વારા પણ સમગ્ર બિલ્ડીંગની તપાસ થઈ રહી છે. ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ છે પરંતુ હજુ સુધી કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી. સમગ્ર બિલ્ડીંગ સંકુલની જીણવટભરી તપાસ થઈ રહી છે. પોસ્ટ ઓફિસને બોમ્બથી ફુંકી મારવાની ધમકીને પગલે ભારે અફરાતફરી મચી ગઈ છે.