જૂનાગઢનાં દામોદરકુંડ, પ્રાચી તિર્થ ક્ષેત્ર, પાટણ ખાતે ભાવિકો દ્વારા પિતૃ તર્પણ વિધિનાં યોજાઈ રહેલા કાર્યક્રમો
ચૈત્ર માસ દરમ્યાન શ્રીમદ્ ભાગવત સપ્તાહ, નારાયણ બલી સહીતના ધાર્મિક કાર્યક્રમો
જૂનાગઢ તા. ૧૧
જૂનાગઢ શહેર સહીત સૌરાષ્ટ્રભરમાં ચૈત્ર માસની ભાવપુર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ખાસ કરીને વદ પક્ષમાં પિતૃઓનાં મોક્ષાર્થે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે. જૂનાગઢનાં દામોદરકુંડ ખાતે પણ ભાવિકો દ્વારા પિતૃઓનાં મોક્ષાર્થે ધાર્મિક વિધીઓ કરવામાં આવી રહી છે. સ્વજનનાં મૃત્યુ બાદ તેમનાં આત્માની શાંતિ અને મોક્ષાર્થે અનેક ધાર્મિક વિધીઓ કરવામાં આવે છે. પિતૃઓનાં મોક્ષાર્થે કરવામાં આવતા શાસ્ત્રોકત વિધી વિધાન અનુસાર ધાર્મિક વિધી ખુબજ ભાવપુર્વક કરવામાં આવે છે.
પિતૃઓનાં મોક્ષાર્થે કરવામાં આવતી ધાર્મિક વિધીઓ કારતક માસ, ભાદરવા માસ અને ચૈત્ર માસ દરમ્યાન કરવામાં આવતી હોય છે. ચૈત્ર માસનાં સુદ પક્ષમાં ચૈત્રી નવરાત્રી, રામનવમી, હનુમાન જયંતિની ભાવપુર્વક ઉજવણી કરાયા બાદ ચૈત્ર વદનાં પ્રારંભ સાથે જ પિતૃઓનાં મોક્ષાર્થે પિતૃતર્પણ વિધી, નારાયણ બલી, નાગબલી સહીતનાં ધાર્મિક કાર્યો ઉપરાંત શ્રીમદ્ ભાગવત સપ્તાહનાં કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. હાલ ચૈત્ર માસનો વદ પક્ષ ચાલી રહયો છે. ત્યારે જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહયા છે. ગામે ગામ શ્રીમદ્ ભાગવત સપ્તાહનાં કાર્યક્રમો યોજાઈ રહયા છે. ઉપરાંત પિતૃતર્પણ વિધી કરવા માટેનાં મહત્વનાં સ્થળોએ પણ ભાવિકો દ્વારા વિધી વિધાન સાથે ધર્મકાર્ય કરવામાં આવી રહેલ છે. જૂનાગઢ ખાતે આવેલા સુપ્રસિધ્ધ દામોદરકુંડ ખાતે ભાવિકો દ્વારા પિતૃતર્પણ વિધીનાં કાર્યો યોજવામાં આવી રહયા છે. આ ઉપરાંત પ્રાચી તીર્થ ક્ષેત્ર પાટણ સહીતનાં ધાર્મિક સ્થળોએ પિતૃઓનાં મોક્ષાર્થે અનેકવિધ ધાર્મિક કાર્યો ભાવિકો દ્વારા કરવામાં આવી રહયા છે. પિતૃઓનાં મોક્ષાર્થે વિધીવિધાન સાથે ધાર્મિક કાર્યો કરી અને પિતૃઓનાં આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવી રહયા છે. દામોદરકુંડ ખાતે ભાવિકોનો પ્રવાહ સતત વહેતો રહયો છે.
પિતૃઓના મોક્ષાર્થે ધાર્મિક વિધીઓ કરવા માટેનાં માસ એવા ચૈત્ર માસના અંતિમ દિવસો ચાલી રહયા છે અને આગામી તા.૧૭-૪-ર૦ર૬ ચૈત્ર વદ અમાસનું ખુબજ મહત્વ હોય આ દિવસે વહેલી સવારથી જ ભાવિકો દામોદરકુંડ ખાતે આવી પહોંચશે અને પિતૃવંદના માટેનાં ધાર્મિક કાર્યોમાં સહભાગી બનશે તેમજ પીપળે પાણી રેડી અને પિતૃઓનાં આત્માની શાંતિ માટેની પ્રાર્થનાં કરશે. દરમ્યાન ચૈત્ર માસની સર્વત્ર ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે.


