જૂનાગઢ, રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીનો પ્રકોપ : તાપમાન ૪૦ ડીગ્રીને પાર

જૂનાગઢ, રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીનો પ્રકોપ : તાપમાન ૪૦ ડીગ્રીને પાર

જૂનાગઢ તા. ૧૪ :
જૂનાગઢ, રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આકરા તાપથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે.  જૂનાગઢમાં સતત બીજા દિવસે પણ તાપમાનનો પારો ૪૦.૬ ડીગ્રીને પાર કરી જતા હીટવેવથી લોકો અકળાઈ ગયા હતા. બપોરના સમયે બજારો સુમસામ જાેવા મળી રહી છે. આજે સવારથી જ સૂર્યભગવાને આકરો તાપ વરસતા જનજીવન પ્રભાવીત થયું છે. આ સાથે જ સૌરાષ્ટ્રના અન્ય શહેરોની સ્થિતિ જાેઈએ તો માવઠા બાદ સુરેન્દ્રનગરમાં ફરી ગરમી નો પારો ઉચકાયો છે સુરેન્દ્રનગરમાં ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે સુરેન્દ્રનગર શહેરમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રી નજીક પહોંચી ગયો છે જેને લઇને બપોરના સમયે સુરેન્દ્રનગર શહેરના મુખ્ય માર્ગો સુમસામ નજરે પડ્યા છે અંગ દજાડતી ગરમીને લઈ અને લોકો વધુ પડતું બપોરના સમયે ઘરમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે ત્યારે બપોરના સમયે સુરેન્દ્રનગર શહેરના રોડ રસ્તા અને હાઇવે સૂમસામ નજરે પડ્યા છે માવઠા બાદ અચાનક વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધતાં શહેરીજનો ને પણ ગરમીની અસર જોવા મળી રહી છે.
જૂનાગઢનુ તાપમાન ૪૦ ડિગ્રી પાર પહોંચી જતા મુખ્ય માર્ગો પણ સૂમસામ નજરે પડ્યા હતા અને લોકો ઘરમાં રહેવાનું વધુ પસંદ કરતા હોય તે પ્રકારનો ઘાટ જૂનાગઢમાં સર્જાયો હતો હજુ પણ અગામી દિવસોમાં વધુ ગરમી પડશે ત્યારે ગરમીથી બચવા અને બપોરના સમયે કામ સિવાય બહાર ન નીકળવા પણ તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે.
બાજરા સંશોધન કેન્દ્ર, જામનગર તરફથી મળેલી માહિતી મુજબ આજરોજ શહેરનું લઘુત્તમ તાપમાન ૨૬.૫જી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન ૩૮ સેલ્સિયસ નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૬૬ ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ ૧૩ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો હતો. ઉનાળાની શરૂઆત સાથે જ તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે.