ભારત છે ત્યાં સુધી વિશ્વ સલામત રહેશે : ભાગવત

ભારત છે ત્યાં સુધી વિશ્વ સલામત રહેશે : ભાગવત

નાગપુર,તા.૧૪:
ભારતને વિશ્વનો આત્મા ગણાવતાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવતે જણાવ્યું હતું કે, દેશના આધ્યાત્મિક જ્ઞાને તેને અનેક સમાજોને નષ્ટ કરનારા ભૌતિકવાદ અને ગ્રાહકવાદ સામે મજબૂત રક્ષણ પૂરૂં પાડ્યું છે. અહીં યોજાયેલાં પંચકલ્યાણક પ્રતિષ્ઠા ગજરથ મહોત્સવને સંબોધતાં ભાગવતે દેશના સમૃદ્ધ આધ્યાત્મિક જ્ઞાન અને તેના પ્રસારમાં સંતોની ભૂમિકા પર ભાર મુક્યો હતો. ભાગવતે જણાવ્યું હતું કે, જ્યાં સુધી ભારતનું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી વિશ્વ સલામત રહેશે, કારણકે જો વિશ્વ શરીર છે તો ભારત તેની આત્મા છે.