જાેષીપરામાં દેવ રેસીડેન્સીનાં રહેવાસીઓનું જીવવું હરામ કરી નાંખતા શખ્સ સામે કાર્યવાહી કરવા જીલ્લા પોલીસ વડાને રજુઆત

જાેષીપરામાં દેવ રેસીડેન્સીનાં રહેવાસીઓનું જીવવું હરામ કરી નાંખતા શખ્સ સામે કાર્યવાહી કરવા જીલ્લા પોલીસ વડાને રજુઆત

જૂનાગઢ તા. ૧૯
જૂનાગઢનાં જાેષીપરામાં શાંતેશ્વર રોડ પર આવેલ દેવ રેસીડેન્સીનાં રહેવાસીઓ દ્વારા આજે જીલ્લા પોલીસ વડાને એક લેખીત અરજી આપી અને માથાભારે શખ્સ સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. જીલ્લા પોલીસ વડાને પાઠવેલા પત્રમાં દેવ રેસીડેન્સી જાેષીપરાનાં રહેવાસીઓએ રજુઆત કરતા જણાવેલ છે કે અરજદારો શાંતેશ્વર રોડ પર આવેલ દેવ રેસીડેન્સીમાં રહે છે અને ધંધા રોજગારનું કામકાજ પણ કરે છે. આ સોસાયટીમાં પરસોતમગીરી ઉર્ફે જગમબાપુ તરીકે ઓળખાતી વ્યકિત સતત અમને ત્રાસ આપી રહેલ છે. 
આ વ્યકિત ભગવા કપડા ધારણ કરીને રહે છે. અને સોસાયટીવાસીઓને કોઈપણ કારણ વગર હેરાન પરેશાન કરે છે તેમજ ખોટા કેસો કરી અને ત્રાસ આપતો હોવાની ફરીયાદ વ્યકત કરી છે. સોસાયટીનાં સભ્યો તેને સમજાવવા જાય તો આ શખ્સ ખોટા કેસો કરી સંડોવી દેવાની ધમકી આપે છે. ગાળો બોલે છે. તેમજ સ્ત્રીઓને પણ ખરાબ નજરે જાેવે છે. અને ખોટી રીતે મકાન ખાલી દેવાની ધમકી પણ આપે છે. આ ઉપરાંત સોસાયટીવાસીઓને એમ પણ દમદાટી આપે છે કે પૈસા ઉછીના લીધેલા છે તેમજ ઝેરી દવા છાંટે છે અને એસીડ પણ ફેકતા હોવાનાં આક્ષેપો કરી અમને હેરાન પરેશાન કરે છે. આ શખ્સથી અમે ખુબ જ કંટાળી ગયા છે. આ વ્યકિતની માનસીક હાલત ખરાબ હોય જેથી કોઈ અઘટીત કૃત્ય કરી નાખે તેવો પણ ભય છે. ત્યારે આ શખ્સ સામે તત્કાલ કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે.