વિધ્નહર્તા દેવભગવાન  ગણેશજીની ભક્તિમાં રંગાયું જૂનાગઢ

શહેર-જિલ્લામાં ઠેર-ઠેર ગણપતી મહોત્સવની ભાવભેર ઉજવણી : અનેકવિધ કાર્યક્રમો યોજાયા

વિધ્નહર્તા દેવભગવાન  ગણેશજીની ભક્તિમાં રંગાયું જૂનાગઢ

જૂનાગઢ તા. ૧૯
વિધ્નહર્તા દવે ભગવાન ગણેશજીની ભક્તિમાં જૂનાગઢ શહેર રંગાયું છે અને ઠેર-ઠેર બાપા મોરીયા રે.. બાપા મોરીયાનાં નારા ગુંજી ઉઠયા છે. શહેર-જિલ્લામાં ગણપતી ઉત્સવની ઉમંગભેર, આસ્થાભેર અને ભક્તિભાવ પુર્વક ઉજવણી સર્વત્ર કરવામાં આવી રહી છે. 
ભાદરવા સુદ-૪ ના દિવસે ગણેશ ચતુર્થીનાં દિવસથી દેશભરમાં ગણપતી મહોત્સવનો પ્રારંભ થતો હોય છે. આ વર્ષે એટલે કે ગત તા.૧૪/૯/ર૬ અને સોમવારથી જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં ગણપતી ઉત્સસવની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વાજતે ગાજતે ભગવાન ગણેશજીની પધરામણી  કરવામાં આવી હતી અને ઠેર-ઠેર મંડપો, પંડાલો ઉભા કરવામાં આવેલ છે. શહેરનાં વિવિધ વિસ્તારો, સોસાયટીઓમાં  મંડપોને શણગારી અને ભગવાન ગણેશજીનું સ્થાપન કરી સવાર-સાંજ આરતીનાં કાર્યક્રમ યોજવામાં આવી રહયા છે. ગણેશજીને પ્રિય એવા ચુરમાના લાડુનો પ્રસાદ ધરવામાં આવી રહયા છે. 
એપાર્ટમેન્ટોમાં પણ લોકો પોતાના નિવાસ સ્થાને ગણેશજીનું સ્થપાન કરી અને ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. ગણપતી ઉત્સવની ઉજવણી  અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે. આ ઉપરાંત ભગવાન સત્યનારાયણની કથા સહીતનાં કાર્યક્રમો પણ યોજવામાં આવી રહયા છે. ગણપતી ઉત્સવની જૂનાગઢ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે.